Advertisement

બેરોજગારી / છેલ્લાં 25વર્ષથી ગ્રંથપાલની ભરતી ન કરાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી

01:34 PM Aug 20, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં છેલ્લાં 25વર્ષથી કોલેજ, યુનિવર્સિટી અને શાળા સહિત જાહેર ગ્રંથાલયોમાં સરકાર દ્વારા ગ્રંથપાલની ભરતી ન કરાતા હવે ઠેર-ઠેર વિરોધ શરૂ થયો છે. હાલમાં ગુજરાતની કોલેજોમાં 260 ગ્રંથપાલની જગ્યા ખાલી છે.

વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે ઉદાસીનતા દેખાય છે, તેવાં આક્ષેપ સાથે આજે મહેસાણામાં વિરોધ કરાયો

શાળાઓમાં 2500 થી પણ વધારે તો સરકારી કોલેજોમાં 55 અને જાહેર ગ્રંથાલયોમાં 100થી વધારે જગ્યા પર ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે ઉદાસીનતા દેખાય છે, તેવાં આક્ષેપ સાથે આજે મહેસાણામાં વિરોધ કરવામાં આવ્યો હતો.

જ્યારે આગામી સમયમાં ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા 75થી વધારે આવેદનો આપવામાં આવશે. તેમજ ગાંધીનગર ખાતે દંડવત્ આવેદનની ચીમકી પણ આ મુદ્દે ઉચ્ચારવામાં આવી હતી. આ સાથે દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

READ ALSO

The post બેરોજગારી / છેલ્લાં 25વર્ષથી ગ્રંથપાલની ભરતી ન કરાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next