Advertisement

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

09:26 AM Sep 17, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

એક મહિના અગાઉ પત્નીએ ઝેરી દવા પી ને લઈને આપઘાત કરી લીધો હતો અને પત્નિ વગર પોતે જીવી નહિ શકે તેમ લાગી આવતા યુવાને પોતાની બે નાની પુત્રીઓ સાથે રામનગરની કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી આજરોજ બપોરના સુમારે ત્રણેયના મૃતદેહ મળી આવતા ભારે કરુણાંતિકા  ભર્યા દ્રશ્યો સર્જાયા હતા બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના પલસાણા ગામે રહેતા યુવાને ગત રોજ સવારે પોતાની બે પુત્રીઓ ને સાથે લઈને ઝેરોક્ષ કરાવવા નીકળ્યો હતો, ત્યારબાદ આ યુવાને બંને પુત્રીઓને સાથે લઈને રામનગરની કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી  યુવકની પત્નિ મનિષાએ આજથી એક મહિના અગાઉ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી અને પત્નિનો વિયોગ સહન ના થતા યુવાને આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું હતું. મરણ પામનારા યુવકે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી ને ગયો છે, જેમાં જણાવ્યા પ્રમાણે પોતાની પત્નિ મરી જતા તે રોજ રોજ મરી રહ્યો હતો અને પત્નિ વગર જીવવું અશક્ય લાગતું હોય તો તેને બંને પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હતી બનાવના સ્થળે દોડી ગયેલી પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ ચલાવી છે

 પત્નિના મોતનો આઘાત સહન ન થયો

ભાવેશ ની પત્ની મનીષાએ એક મહિના અગાઉ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે યુવાને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે તે મનીષા વગર જીવી શકતો નથી અને રોજ રોજ મરી રહ્યો છે અને પોતાના ગયા બાદ પોતાની પુત્રીઓ પણ કોઈના ઉપર બોજ ના બને તે માટે પુત્રીઓને પણ સાથે લઈ જવ છું તેમ જણાવ્યું હતું.

 પોતાના ભાગની મિલકતમાંથી આવતી રકમ પુત્રીઓના નામે દાન કરવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

મરણ જતા અગાઉ ભાવે છે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે કે પોતાની નોકરી દરમિયાન આવતો પીએફ અને જમીન તેમજ અન્ય મિલકતોમાંથી જે કંઈ પણ રકમ જે આ તમામ રકમ તેની બંને પુત્રીઓ પેંસી અને હેનસી ના નામે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દાન કરી દેવું તેમ જણાવ્યું છે.

Advertisement

READ ALSO

The post દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next