Advertisement

અગત્યનું/ આગામી મહિનાથી આ બેંકોની ચેકબુકથી તમે નહીં કરી શકો પેમેન્ટ, ફટાફટ અહીં કરો સંપર્ક

12:10 PM Sep 21, 2021 | Bansari |
Advertisement

GSTV

જો તમે પણ બેંક કસ્ટમર છો, તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC) અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (UBI) ની જૂની ચેકબુક આવતા મહિને એટલે કે 1 ઓક્ટોબરથી અમાન્ય થઈ જશે. એટલે કે, આગામી મહિનાથી તમે જૂની ચેકબુકમાંથી પેમેન્ટ નહી કરી શકો. તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબર, 2021 થી ઓરિએન્ટલ બેંક, અલ્હાબાદ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક નકામી થઈ જશે. આનું કારણ એ છે કે 1 એપ્રિલ 2020 ના રોજ પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ અને યુનાઈટેડ બેંકનું મર્જર થઈ ગયું છે અને હવે તે પ્રભાવી બની ગયું છે. પંજાબ નેશનલ બેંક (PNB) એ આ માહિતી આપી છે.

1 ઓક્ટોબરથી બંધ થઇ જશે જૂની ચેકબુક

PNB એ એક ટ્વિટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબરથી ઈ-ઓબીસી અને ઈ-યુએનઆઈની જૂની ચેકબુક કામ નહીં કરે. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ઓબીસી અને યુએનઆઇ બેન્કોની જૂની ચેકબુક છે, તેઓ જલ્દીથી નવી ચેકબુક સાથે રિપ્લેસ કરાવી લે, નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક PNB ના અપડેટેડ IFSC કોડ અને MICR કોડ સાથે આવશે.

નવી ચેક બુક માટે આ રીતે કરો અપ્લાય

નવા ચેક માટે ગ્રાહકે બેંકની બ્રાન્ચની મુલાકાત લેવી પડશે. આ સિવાય બેંકના ગ્રાહકો પણ ચેક માટે ઓનલાઇન અરજી કરી શકે છે. તમે ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ચેકબુક માટે અપ્લાય કરી શકો છો.

તમે આ નંબર પર કરી શકો છો કોલ

જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના ટ્રાન્જેક્શનમાં કોઈ સમસ્યા ન હોય તો નવી ચેકબુક લેવી જરૂરી છે. ગ્રાહકો આ અંગે વિગતવાર માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે.

Read Also

Advertisement

The post અગત્યનું/ આગામી મહિનાથી આ બેંકોની ચેકબુકથી તમે નહીં કરી શકો પેમેન્ટ, ફટાફટ અહીં કરો સંપર્ક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next