Advertisement

Yeh Rishta Kya Kehlata Hai / મોહસિન ખાને શો છોડવાનો લીધો નિર્ણય, જાણો અન્ય કલાકાર કેમ થયા હતા બહાર?

08:22 PM Sep 07, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

જ્યારે પણ નાના પડદા પર સૌથી લાંબા સમય સુધી ચાલતા ટીવી શોની યાદી બહાર પાડવામાં આવશે, ત્યારે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નું નામ ચોક્કસપણે હશે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટીવી શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન શોની કહાણીમાં ઘણી વખત લીપ આવ્યો છે. ઘણી વખત શોના કલાકારો બદલાયા અને ઘણી વખત અનુભવી કલાકારોએ શોને અલવિદા કહ્યું. વર્તમાનમાં ટીવી અભિનેતા મોહસીન ખાને શો છોડ્યા હોવાના અહેવાલો છે અને આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ પહેલા કયા કલાકારોએ આ શોને અલવિદા કહ્યું છે અને તેની પાછળના કારણો શું છે.

મોહસિન ખાન

મોહસીન ખાન છેલ્લા ઘણા વર્ષોથી આ શોનો ભાગ છે અને તેના શોમાં કામ કરતી વખતે, કહાણીએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તો પછી મોહસીન ખાને શોને અલવિદા કહેવાનો કેમ નિર્ણય લીધો? એક રિપોર્ટ મુજબ શોમાં મોટો લીપ આવવાનો છે જેના પછી આખી પેઢી બદલાઈ જશે. આ નવી વાર્તામાં મોહસીન જૂનું પાત્ર ભજવવા માંગતો નથી, તેથી તે શો છોડી રહ્યો છે.

મોહિના કુમારી

અભિનેત્રી મોહિના કુમારીએ શોમાં કાર્તિકની બહેન કીર્તિની ભૂમિકા ભજવી હતી. તેણે લગ્નને કારણે શોને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું. મોહિના કુમારીએ સુયશ રાવત સાથે લગ્નના બંધનમાં બંધાઈને તેના જીવનને નવા આયામો આપ્યા હતા.

કરણ કુન્દ્રા

પ્રખ્યાત ટીવી અભિનેતા કરણ કુન્દ્રા પણ આ સુપરહિટ ટીવી શોનો ભાગ રહ્યો છે. તેણે શોમાં રણવીરની ભૂમિકા ભજવી હતી, જેના દ્વારા તે દરેકનો પ્રિય બની ગયો હતો. શોમાં મેકર્સે ટીઆરપી વધારવા માટે કરણને જોડ્યો હતો. જોકે મેકર્સના પ્લાનિંગ મુજબ શોની ટીઆરપી વધી નથી. જે બાદ રણવીરને કોઈ રોગને કારણે મૃત બતાવવામાં આવ્યો હતો.

હિના ખાન

Advertisement

હિના ખાન એ કલાકાર છે, જેના થકી આ શોની ઓળખ બની. હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાની મુખ્ય ભૂમિકા ભજવી હતી. લીપને કારણે અભિનેત્રીએ 8 વર્ષ પછી શો છોડવાનો નિર્ણય કર્યો. આ સિવાય એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેના સહ-કલાકારો સાથેના સંબંધો બગડી રહ્યા છે.

કરણ મેહરા

અભિનેતા કરણ મેહરાએ તેની કો-સ્ટોર હિના ખાને શો છોડ્યા ‘બાદ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને અલવીદા કહ્યો હતો. તેણે થોડા સમય માટે શોને અલવિદા કહ્યું કારણ કે તેની તબિયત ખરાબ થઈ રહી હતી અને તેણે થોડા સમય માટે આરામ લીધો હતો.

રોહન મેહરા

રોહન મેહરાએ શોમાં અક્ષરા અને નૈતિકના પુત્ર નક્શની ભૂમિકા અદા કરી હતી. રોહન શોમાંથી બહાર જતો રહ્યો હતો કારણ કે તે તેની કારકિર્દી માટે વધુ તક શોધવા માંગતો હતો.

કાંચી સિંહ

અભિનેત્રી કાંચી સિંહે આ શોમાં ગાયત્રી ઉર્ફે ગાયુની ભૂમિકા ભજવી હતી. તેના બોયફ્રેન્ડ રોહન મહેરાના ગયા બાદ અભિનેત્રીએ પણ શો છોડી દીધો હતો.

પારુલ ચૌહાણ

પારુલે પણ શોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કહેવાય છે કે પારુલ ચૌહાણ આ શોમાં દાદીની ભૂમિકા ભજવવા માંગતી ન હતી અને તેથી તેણે શો છોડવાનો નિર્ણય લીધો.

Read Also

The post Yeh Rishta Kya Kehlata Hai / મોહસિન ખાને શો છોડવાનો લીધો નિર્ણય, જાણો અન્ય કલાકાર કેમ થયા હતા બહાર? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next