Advertisement

ત્રીજી લહેરનો ભય / એક સમયે આ સ્મશાનમાં થતા 400 મૃતદેહોના અંતિમ સંસ્કાર, હવે જો આવી સ્થિતિ સર્જાઇ તો કેવી વ્યવસ્થા!

10:30 AM Aug 05, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

કોરોના સમયે સ્મશાનોમાં સર્જાયેલી સ્થિતિ તો કદાચ બધાને યાદ જ હશે. એ સમયે ગુજરાતમાં કોઇ એવું સ્મશાન ન હોતું કે જ્યાં લાઇનો ન લાગી હોય. કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલી આવી ભયંકર સ્થિતિ આ પહેલાં ક્યારેય જોવા મળી ન હોતી. ત્યારે એવામાં હવે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાય રહ્યો છે. આવી સ્થિતીમાં હવે શું સ્થિતિ છે. શું ફરી સ્મશાનોમાં લાશોની લાઇનો લાગશે કે પછી પૂરતી વ્યવસ્થા છે. આ પ્રશ્નનો જવાબ મેળવવા GSTV એ રિયાલીટી ચેક કરી છે. જેમાં GSTV ની ટીમ પાલનપુરના અંતિમ ધામમાં પહોંચી હતી.

કોરોનાની બીજી લહેર વખતે આ સ્મશાનમાં અંદાજે 400 જેટલાં અંતિમ સંસ્કાર થયા હતાં

પાલનપુર અંતિમ ધામ કે જે સામાન્ય રીતે તો નાનું સ્મશાન છે. પરંતુ કોરોનાની બીજી લહેર સમયે તો કયું સ્મશાન નાનું કે કયું મોટું. જ્યાં જુઓ ત્યાં બસ મૃતદેહના ખડકલા જ જોવા મળતા હતાં. ત્યારે પાલનપુરના આ અંતિમ ધામમાં પણ આવી જ સ્થિતિ હતી. સરકારી ચોપડે ભલે કોરોનાથી મોતને ભેટેલા લોકોના આંકડાઓ છૂપાવાયા હોય પરંતુ આ સ્મશાનમાં કોરોનાની બીજી લહેર વખતે કેટલાં અંતિમ સંસ્કાર કરાયા હતા તે વાતને નજરે જોનારા કહી રહ્યાં છે કે અહીં અંદાજે 400 જેટલાં અંતિમ સંસ્કાર થયા હતાં.

પરિસ્થિતિ એવી હતી કે જે તે સમયે લાકડાઓ પણ ખૂટી પડ્યાં હતાં. પરંતુ હાલમાં એવી સ્થિતિ નથી કારણ કે હાલમાં અહીં લાકડાનો પૂરતો સ્ટોક છે. પાલનપુરના આ સ્મશાનમાં લાકડાનો પૂરતો સ્ટોક હોવાનું કહેવાઇ રહ્યું છે.

સ્થાનિક લોકોમાં હવે ડર છે કે ક્યાંક પહેલાં જેવી પરિસ્થિતિ ન સર્જાય

આ વાત પરથી કહી શકાય કે, સ્થાનિક લોકોમાં પણ હવે ડર છે કે ક્યાંક પહેલાં જેવી પરિસ્થિતિ ન સર્જાય. પરંતુ કરૂણતાની વાત સામે એ પણ છે કે આ સ્મશાનમાં લાકડાનો જે સ્ટોક છે તે સ્ટોક દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યો છે એટલે કે તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા નથી કરાઇ.

ત્રીજી લહેર પહેલાં જ સ્મશાનોને પણ સજ્જ રખાયા છે

Advertisement

ત્યારે હવે તો બસ ભગવાનને પ્રાર્થના કરવાની જ રહી કે અહીં રખાયેલા લાકડાનો સ્ટોક ખતમ ન થાય. પરંતુ એક વાત વાસ્તવિક છે કે કોરોનાની બીજી લહેરએ જે દ્રશ્યો દેખાડ્યા હતાં તે દ્રશ્યો હજુ પણ આંખ સામેથી વિસરાયા નથી અને એટલાં માટે જ સ્મશાનોને પણ સજ્જ રખાયા છે. કારણ કે સ્માર્ટ શહેર પણ સ્મશાનોમાં ફેરાવાયા હતાં ત્યારે નાના શહેરોની તો વિસાત જ શું છે.

READ ALSO

The post ત્રીજી લહેરનો ભય / એક સમયે આ સ્મશાનમાં થતા 400 મૃતદેહોના અંતિમ સંસ્કાર, હવે જો આવી સ્થિતિ સર્જાઇ તો કેવી વ્યવસ્થા! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next