Advertisement

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

03:35 PM Oct 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

આગરાના સિકંદરા વિસ્તારમાં એક મહિલાએ શુક્રવારે ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાએ પોતાની જમીન પર ખાડો કરીને તેમાં બેસી ગઈ અને બાદમાં પોતાના પર માટી નખાવી દીધી હતી. પોલીસ અને પ્રશાસન પર પોતાની જમીન હડપી લેવાનો તેણે આરોપ લગાવ્યો છે. મામલાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચી અને મહિલાને સમજાવીને ખાડામાંથી બહાર કાઢી.

આ મામલો સિકંદરા બાઈપુર વિસ્તારનો છે. અહીંની રહેવાસી પ્રેમલતાની ગામમાં જમીન આવેલી છે. પ્રેમલતાનો આરોપ છે કે, તેની જમીન પર અમુક લોકોએ કબ્જો કરી લીધો છે. આ ફરિયાદ પોલીસ અને પ્રશાસન અધિકારીઓ સામે કેટલીય વાર કરવામાં આવી છે. પણ અધિકારીઓએ તપાસના નામ પર ખાખાખોળા કર્યા, કોઈ કાર્યવાહી તો કરી જ નહીં. શુક્રવારે મહિલાએ જમીનમાં ખાડો ખોદીને અંદર બેસી ગઈ હતી. બાદમાં ગળા સુધી માટી ભરી દીધી હતી.

બાદમાં થોડી વાર થતાં પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. સિકંદરા પોલીસ સ્ટેશનમાંથી આવેલી મહિલાઓએ તેને સમજાવી. પણ મહિલાએ કોઈની વાત માની નહીં. અંતે તાલુકામાંથી અધિકારીઓ આવ્યા અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું. ત્યાર બાદ મહિલા ખાડામાંથી બહાર નિકળી હતી.

READ ALSO

Advertisement

The post વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next