Advertisement

શું શિલ્પા શેટ્ટી હવે સુપર ડાન્સર 4ના નિર્ણાયક તરીકે નહિ જોવા મળે ? આગામી એપિસોડમાં રિતેશ-જેનેલિયા દેખાશે

10:59 AM Jul 29, 2021 | Damini Patel |
Advertisement

GSTV

શિલ્પા શેટ્ટી હવેથી સુપરડાન્સર ચાર રિયાલિટી શોના નિર્ણાયક તરીકે નહીં જોવા મળે તેમ જણાઇ રહ્યું છે. જોકે આ બાબતમાં સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ સંડોવણીના કારણે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ત્યાર પછી શિલ્પાએ સુપર ડાન્સર શો ચારના નિર્માતાને શૂટિંગમાં હાજર નહીં રહી શકે એમ જણાવ્યું હતું. તેથી છેલ્લા એપિસોડમાં મુખ્ય મહેમાન તરીકે કરિશ્મા કપૂરને લાવવામાં આવી હતી. હવે શોના નિર્માતાએ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાને આ શોમાં નિર્ણાયક માટેનો સંપર્ક કર્યો છે. બન્નેએ આ શોમા આવવાની હા પાડી છે. તેઓ આવનારા એપિસોડમાં ગીતા કપૂર અને
અનુરાગ બસુ સાથે જોવા મળવાના છે.

શિલ્પા પોતાના ઘરની બહાર નીકળી નથી

સૂત્રોનું માનીએ તો, રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા પોતાના ઘરની બહાર નીકળી નથી. છેલ્લા થોડા દિવસોથી તેણે ચેનલના સત્તાધીશો સાથે પણ કોઇ વાતચીત કરી નથી. તેથી શો મસ્ટ ગો ઓન કરવા માટે શોના સર્જકો મહેમાન નિર્ણાયકો અને ગીતા કપૂર તથા અનુરાહ બસુ સાથે શોને આગળ વધારી રહ્યા છે. શિલ્પા શેટ્ટીની હાલની સ્થિતિ જોતાં તે આ સીઝનમાં પાછી ફરે તે હાલ તો મુશ્કેલ લાગી રહ્યું છે.

Read Also

Advertisement

The post શું શિલ્પા શેટ્ટી હવે સુપર ડાન્સર 4ના નિર્ણાયક તરીકે નહિ જોવા મળે ? આગામી એપિસોડમાં રિતેશ-જેનેલિયા દેખાશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next