Advertisement

કોણ છે મુનમુન ધામેચા જેની આર્યન ખાન સાથે ધરપકડ કરવામાં આવી ? મોટા-મોટા બૉલીવુડ સેલ્બ્સ સાથે છે તસવીરો

10:29 AM Oct 05, 2021 | Damini Patel |
Advertisement

GSTV

નાર્કોટિક્સ બ્યુરોએ શનિવારે એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીમાં રેડ પાડી હતી, ત્યાર પછી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રવિવાર સાંજ સુધી બધાની પૂછપરછ કરી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં શાહ રૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ સામેલ છે. એની સાથે જ વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે એ છે મુનમુન ધામેચા. કોણ છે આ મુનમુન ધામેચા અને એનું આ કેશ સાથે શું સબંધ છે આઓ તમને જણાવીએ.

મુનમુન ધામેચા એક મોડેલ છે. 39 વર્ષીય મુનમુનની એનસીબીએ 3 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે ધરપકડ કરી હતી. તાજેતરના અહેવાલો અનુસાર, મુનમુન 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેશે.

બિઝનેસ ફેમિલી માંથી છે મુનમુન

મુનમુન ધામેચા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના એક બિઝનેસ પરિવારમાંથી આવે છે. હાલમાં, તેમના પરિવારમાંથી કોઈ પણ મધ્યપ્રદેશમાં તેમના ઘરમાં રહેતું નથી. મુનમુન એક મોડેલ છે અને તે પોતાની મોડેલિંગની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે.

મુનમુનનો પરિવાર

મુનમુન ધામેચાની માતાનું ગયા વર્ષે નિધન થયું હતું. તેનો એક ભાઈ પ્રિન્સ ધામેચા પણ છે, જે દિલ્હીમાં કામ કરે છે. મુનમુનના પિતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા.

Advertisement

મુનમુન ધામેચાએ શાળાનું શિક્ષણસાગરમાં પૂરું કર્યું. સાગરમાં બહુ ઓછા લોકો મુનમુન વિશે જાણે છે. બાદમાં, તે છ વર્ષ પહેલા તેના ભાઈ સાથે દિલ્હી જતા પહેલા થોડા સમય માટે ભોપાલમાં રહેતી હતી.

ઇન્સ્ટાગ્રામ પર છે એક્ટિવ

મુનમુન ધામેચા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેના 10.3k ફોલોઅર્સ છે. તેની છેલ્લી પોસ્ટ 22 મી સપ્ટેમ્બરની છે, જે તેની પોતાની તસવીર છે. આ સિવાય મુનમુને પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જોકે તેણીને ઇન્સ્ટાગ્રામ પર કોઈ મોટી સેલિબ્રિટી ફોલો કરતી નથી, તે ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર અક્ષય કુમાર, વિકી કૌશલ અને અન્ય ઘણા લોકોને ફોલો કરે છે.

બોલિવૂડ સેલેબ્સ સાથે પાર્ટી

મુનમુન ધામેચાની બોલિવૂડની ઘણી હસ્તીઓ સાથેની તસવીરો છે, જે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ તસવીરો જોઈને લાગે છે કે તેણીએ બી-ટાઉન સ્ટાર્સની પાર્ટીમાં હાજરી આપી હતી. વરુણ ધવન, અર્જુન રામપાલ, વીજે નિખિલ, ગુરુ રંધાવા અને સુયશ રાય જેવા ટીવી અને ફિલ્મી કલાકારો સાથે મુનમુન ધામેચાની તસવીરો છે.

આર્યન સાથે મુનમુન ધામેચાનું કનેકશન

આર્યન ખાન સાથે મુનમુન ધામેચાના કનેક્શનની વાત કરીએ તો તે જ રેવ પાર્ટીમાં મુનમુન અને આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા બંનેનું એક સાથે કોઈ ફોટો નથી. તેમજ મુનમુન આર્યનને અંગત રીતે ઓળખતો નથી. મુનમુન આર્યન કરતા 15 વર્ષ મોટી છે.

Read Also

The post કોણ છે મુનમુન ધામેચા જેની આર્યન ખાન સાથે ધરપકડ કરવામાં આવી ? મોટા-મોટા બૉલીવુડ સેલ્બ્સ સાથે છે તસવીરો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next