Advertisement

WhatsApp યુઝર્સ માટે લાવ્યું ખુશીના સમાચાર, ટૂંક સમયમાં જ જોવા મળશે એક નવું ફીચર

04:16 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

હાલ આખા વિશ્વ પર રાજ કરતી મેસેન્જર એપ્લિકેશન વોટ્સએપ ગ્રુપ કોલ શોર્ટકટ સહિત અનેક પ્રકારના નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ વોટ્સએપે તાજેતરમાં 2.21.19.15 બીટા અપડેટ બહાર પાડ્યું છે. ડબલ્યુએબેટાઇન્ફોના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, આ નવા ફીચર દ્વારા વોટ્સએપ ગ્રુપ કોલ કરવો વધુ સરળ બનશે. આ નવા અપડેટમાં વોઈસ અને વીડિયો કોલ શોર્ટકટ ઉપલબ્ધ થશે.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, જ્યારે યુઝર્સ કોન્ટેક્ટ કાર્ડ જોશે ત્યારે તેમને એક શોર્ટકટ જોશે. બીટા યૂઝર્સ જે આ ફીચર નથી જોઈ રહ્યા તેમણે થોડા સમય માટે રાહ જોવી પડશે. આ સિવાય વોટ્સએપના લેટેસ્ટ iOS બીટા વર્ઝનમાં નવા વીડિયો કંટ્રોલ જોવા મળશે, જે એન્ડ્રોઇડ યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.

જલ્દી જ જોવા મળશે એક નવું ફીચર :

વોટ્સએપે બીટા એન્ડ્રોઇડ 2.21.3.13 માટે એક નવું ફીચર ‘મ્યૂટ વીડિયો’ રજૂ કર્યું છે. મીડિયા તરફથી મળતા અહેવાલો મુજબ iOS યૂઝર્સ ટૂંક સમયમાં વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકશે. એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ફીચર ઉપલબ્ધ કરાયાના લગભગ સાત મહિના બાદ આઇઓએસ બીટા યુઝર્સ માટે આ ફીચર બહાર પાડવામાં આવ્યું છે.

અમુક અહેવાલો મુજબ વોટ્સએપ નવી ડિઝાઈન સાથે આઈઓએસ યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને વોટ્સએપે હજુ સુધી આ ફીચર વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ડબલ્યુએબેટાઇન્ફો મુજબ વોટ્સએપ મ્યૂટ વીડિયો ફીચર આખરે iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

Advertisement

સાત મહિના પહેલા એન્ડ્રોઇડ 2.21.3.13 માટે વોટ્સએપ બીટા પર વીડિયોને મ્યૂટ કરવા માટે વોટ્સએપે એક નવું ફીચર રજૂ કર્યું હતું. ડબલ્યુએબેટાઇન્ફો દ્વારા લેવામાં આવેલા આ સ્ક્રીનશોટ મુજબ યુઝરે વિડીયોને GIF માં કન્વર્ટ કરવા માટે રિવાઇન્ડ ટોંગલમાં મ્યૂટ વીડિયો વિકલ્પ જોઈ શકે છે.

Read Also

The post WhatsApp યુઝર્સ માટે લાવ્યું ખુશીના સમાચાર, ટૂંક સમયમાં જ જોવા મળશે એક નવું ફીચર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next