Advertisement

WhatsAppમાં હવે નવો મેસેજ આવવા પર પણ નહિ દેખાય archived chats, જાણો કેવી રીતે કામ કરશે આ નવું ફીચર?

03:23 PM Jul 30, 2021 | Damini Patel |
Advertisement

GSTV

WhatsAppનો ઉપયોગ આજના સમયમાં કોણ નથી કરતુ. આપણા માંથી તમામ WhatsApp પર પોતાનું કામ કરી રહ્યા છે. હવે આ માત્ર સંવાદ સુધી સીમિત રહ્યું નથી પરંતુ આજના સમયમાં ઘરના જરૂરી કામોથી લઇ ઓફિસના કામકાજ સહીત ઘણા જરૂરી કામો એપ દ્વારા કરવામાં આવે છે. એવામાં WhatsAppની દરેક અપડેટ જાણવી જરૂરી બની ગઈ છે. જણાવી દઈએ કે WhatsAppએ પોતાના એપમાં નવું ફીચર એડ કર્યું છે.

એની મદદથી તમે અજાણ્યા લોકોથી દૂર રહી શકો છો. હા… આ ફિચર એ લોકો માટે ખુબ ફાયદાકારક છે જે કોઈ વ્યક્તિની પર્શનલ ચેકને છુપાવી રાખવા માંગે છે. WhatsAppએ આર્કાઈવ્ડ ચેટ ફીચરને રોલઆઉટ કરી દીધો છે.

જાણો કેવી રીતે કામ કરશે નવું ફીચર ?

WhatsAppએ મંગળવારે તેની આર્કાઇવ્ડ ચેટ્સ સેટિંગ્સ ફીચર બદલ્યું છે. એટલે કે, હવે તમે તેને અનેબલ કરીને નવા મેસેજને છુપાવી શકો છો. નવું ફીચર આવ્યા પછી તમે આર્કાઇવ કરેલી ચેટમાં નવો મેસેજ આવતા જ એ પણ ચેટ્સ આર્કાઇવ રહેશે. તમને જણાવી દઈએ કે આર્કાઇવ ચેટમાં કોઈ નવો મેસેજ આવતાની સાથે જ તે આર્કાઇવ કરવામાં આવે છે. હવે વોટ્સએપ તમને એક તક આપી રહ્યું છે કે જો તે ચેટ દ્વારા કોઈ નવો મેસેજ આવે તો પણ તમે એને જોઈ નહિ શકો.

કંપનીએ આ ફીચર Android અને iOSબંને યુઝર્સ માટે ખાસ ફીચર રોલઆઉટ કર્યું છે. કંપની અનુસાર, ઘણા યુઝર્સે માગણી કરી રહ્યા હતા કે જ્યારે નવો મેસેજ આવે ત્યારે આર્કાઇવ ચેટ મુખ્ય ચેટ લિસ્ટમાં આવી જાય છે જ્યારે તે આર્કાઇવ ફોલ્ડરમાં જ હોવી જોઈએ. આવી સ્થિતિમાં હવે તેમને રાહત મળશે.

આર્કાઇવ ચેટ કેવી રીતે કરવું તે શીખો?

Advertisement

પહેલા તમારે ચેટ્સ ટેબ પર જવું પડશે, જે ચેટને તમે છુપાવવા અથવા આર્કાઇવ કરવા માંગો છો તેને ટેપ કરીને હોલ્ડ કરો. ત્યાર પછી તમને આર્કાઇવ આયકન મળશે. જો તમે આઇફોન વપરાશકર્તા છો, તો તમે ત્યાં ચેટને ડાબી બાજુથી સ્લાઇડ કરીને આર્કાઇવ વિકલ્પ શોધી શકો છો.

Read Also

The post WhatsAppમાં હવે નવો મેસેજ આવવા પર પણ નહિ દેખાય archived chats, જાણો કેવી રીતે કામ કરશે આ નવું ફીચર? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next