Advertisement

ચૂંટણીએ બંગાળમાં ઘોર ખોદી: નેતાઓએ ઘરે ઘરે કોરોના પહોંચાડ્યો, સંક્રમણમાં 1500 ટકાનો વધારો

05:41 PM Apr 21, 2021 | Harshad Patel
Advertisement

GSTV

કોરોનાના સંક્રમણ વચ્ચે પણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.હજી 30 એપ્રિલ સુધી અલગ અલગ તબક્કામાં મતદાન થવાનુ છે. જોકે ચૂંટણી પ્રચાર માટેની સભાઓ અને રોડ શોમાં ઉમટી રહેલી ભીડનુ પરિણામ એ આવ્યુ છે કે, બંગાળમાં કોરોના હવે કહેર વરતાવી રહ્યો છે.એક મહિનામાં બંગાળમાં કોરોનાના કેસમાં 1500 ટકાનો વધારો થયો છે.બંગાળમાં ચૂંટણી બાદ જે પણ નવી સરકાર બનશે તેની સામે કોરોના મોટો પડકાર બનશે તેવુ લાગી રહ્યુ છે.

20 માર્ચ પછી રાજ્યમાં સક્રિય કોરોનાના કેસની સંખ્યા હવે 53000 ઉપર પહોંચી

બંગાળમાં 11 માર્ચે કોરોના કેસ ઘટીને 3110 રહ્યા હતા.જોકે હવે તેમાં ઉછાળો આવી રહયો છે. 20 માર્ચ પછી રાજ્યમાં સક્રિય કોરોનાના કેસની સંખ્યા હવે 53000 ઉપર પહોંચી ચુકી છે.કોરોના સંક્રમણ માટે મોટા પાયે થયેલી નેતાઓની સભાઓ મુખ્ય કારણ હોઈ શકે છે.

કોલકત્તામાં મોટી સંખ્યામાં વધ્યા સંક્રમિત દર્દીઓ

પુરલિયા જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા 18 માર્ચ સુધી 35 સક્રિય કેસ હતા.આ જ રીતે હાવડા અને હુગલીમાં એક્ટિવ કેસ એક મહિના પહેલા 84 હતા.જે વધીને બમણા થઈ ગયા છે.દક્ષિણ 24 પરગણામાં કોરોનાના કેસ 14 માર્ચે 126 હતા.જે પણ વધીને હાલમાં બમણા થઈ ચુકયા છે. રાજધાની કોલકાતામાં ફેબ્રુઆરીમાં કોરોના કેસની સંખ્યા 200થી ઓછી હતી.હવે 20 એપ્રિલે કોરોનાના કેસ 2234 થઈ ગયા છે.હજી કોલકાતામાં મતદાન થવાનુ બાકી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Advertisement

The post ચૂંટણીએ બંગાળમાં ઘોર ખોદી: નેતાઓએ ઘરે ઘરે કોરોના પહોંચાડ્યો, સંક્રમણમાં 1500 ટકાનો વધારો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next