Advertisement

Belly Fat / પેટ વધવાથી ચિંતિત છો, તો આમલીથી બનાવો વેઇટ લોસ ડ્રિંક; તરત ઘટશે પેટની ચરબી

06:50 PM Oct 23, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

સ્થૂળતાની સમસ્યા મોટાભાગના લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે અને તેમાં પણ લોકો પેટની ચરબીથી વધુ પરેશાન છે. જો તમે પણ પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો વજન ઘટાડવા માટે આમલીનો ઉપયોગ કરો. આની મદદથી તમે વેઈટ લોસ ડ્રિંક બનાવી શકો છો.

આ રીતે વેઇટ લોસ ડ્રિંક તૈયાર કરો

વેઇટ લોસ ડ્રિંક બનાવવા માટે, પહેલા થોડી આમલી લો અને તેને છાલ સાથે ધોઈ લો.

ધોયેલી આમલીને ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો.

હવે એક તપેલીમાં પલાળેલી આમલી નાખી થોડી વાર પકાવો.

Advertisement

પાણી ઉકળવા લાગે અને તેનો રંગ બદલાઈ જાય તો ગેસ બંધ કરી દો.

ઠંડુ થયા બાદ પાણીને ગાળીને બરણીમાં રાખો.

ભોજન કરતા 30 મિનિટ પહેલા તેનું સેવન કરો. તમને આનો લાભ મળશે.

ઓવર ઈટિંગ ટાળો

આમલીમાં ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, થિયામીન બી 1, રાઈબોફ્લેવિન બી 2, નિઆસિન બી 3, વિટામિન સી, ઇ અને કે હોય છે, જે તમને લાભ આપે છે. આમલી ખાવાથી તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. આ વજન ઘટાડવામાં મદદરૂપ છે. આમલીમાં ચરબી ઓછી હોય છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ

આમલીના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને પાચન બરાબર રહે છે. તે જ સમયે, આમલીમાં હાજર હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ ચરબીના નિર્માણના દરને ધીમો પાડે છે.

ALSO READ

The post Belly Fat / પેટ વધવાથી ચિંતિત છો, તો આમલીથી બનાવો વેઇટ લોસ ડ્રિંક; તરત ઘટશે પેટની ચરબી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next