Advertisement

સત્ય ઘટના પર આધારિત છે વેબ સિરીઝ પેશાવર, આવો છે અસ્મિત પટેલનો રોલ

01:47 PM Dec 16, 2020 | Karan |
Advertisement

GSTV

વેબ સિરીઝ પેશાવર બુધવાર એટલે કે આજથી ડિજિટલ પ્લેટફોર્મ પરથી રિલીઝ થઈ રહી છે. આ સિરીઝ ઉલ્લુ પ્લેટફોર્મ પરથી રિલીઝ થનારી છે. આ સિરીઝ અંગે અસ્મિત પટેલે વાત કરી અને સાથે સાથે તેણે પોતાના રોલ વિશે પણ વાત કરી હતી. પેશાવર વિશે વાત કરતાં અસ્મિત પટેલે જણાવ્યું હતું કે આ સિરીઝ 2014ની 16મી ડિસેમ્બરે ઘટેલી એક સત્ય ઘટના પર આધારિત છે. એ વખતે એક આતંકવાદી સંગઠને ભારત અને પાકિસ્તાન બંને પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું પણ ભારતની RAW એજન્સીને આ કાવતરાની ગંધ આવી ગઈ હતી અને દેશને હુમલાથી બચાવી લેવામાં આવે છે.

પાકિસ્તાનને ભારતની મદદ પર ભરોસો બેઠો ન હતો

ત્યાર બાદ પાકિસ્તાનને પણ આ કાવતરાની ખબર પડી જાય છે પરંતુ પાકિસ્તાન આ સમાચારને ખાસ મહત્વ આપતું નથી અને તેને પરિણામે તેની એક સ્કૂલ પર આતંકવાદી હુમલો થાય છે. આમ ભારતે તો એ વખતે પાકિસ્તાનની મદદ કરવાનું પસંદ કર્યું પરંતુ પાકિસ્તાનને ભારતની મદદ પર ભરોસો બેઠો ન હતો.

હું મુખ્ય કાવતરાખોર આતંકવાદીનો રોલ કરી રહ્યો છું

પેશાવરમાં પોતાના રોલ વિશે વાત કરતાં અસ્મિત પટેલ કહે છે કે આ સિરીઝમાં હું મુખ્ય કાવતરાખોર આતંકવાદીનો રોલ કરી રહ્યો છું. હું અગાઉ પણ ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ કરી ચૂક્યો છું પરંતુ પહેલી વાર આટલો ખતરનાક રોલ કરી રહ્યો છું.

ભારત-પાકિસ્તાનની મિત્રતાનો એંગલ પણ લેવામાં આવ્યો 

Advertisement

વેબ સિરીઝ પેશાવરમાં રક્ષંદા ખાન, સાક્ષી પ્રધાન અને રુશાદ રાણાના મહત્વના રોલ છે. મિસ યુનિવર્સ રહી ચૂકેલી જાણીતી એક્ટ્રેસ સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેન આ ફિલ્મ સાથે ડિડિટલ ડેબ્યુ કરી રહ્યો છે. અસ્મિત કહે છે કે આ સિરીઝ રોમાંચક છે જેમાં ભારત-પાકિસ્તાનની મિત્રતાનો એંગલ પણ લેવામાં આવ્યો  છે જેમાં ભારત તરફથી પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયાસ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post સત્ય ઘટના પર આધારિત છે વેબ સિરીઝ પેશાવર, આવો છે અસ્મિત પટેલનો રોલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next