Advertisement

કેરલમાં કહેર/ 10 ડેમ માટે દક્ષિણના આ રાજ્યમાં અપાયું રેડ એલર્ટ, 20થી વધારે રાજ્યોમાં થઈ શકે છે અતિભારે વરસાદ

08:27 AM Oct 19, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

કેરળમાં ભારે વરસાદને કારણે નદીઓ અને તળાવોના જળસ્તરમાં વધારો થતાં 10 ડેમ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખતરાને જોતા કાકી ડેમના બે શટર ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલી તબાહીને કારણે સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરને અત્યારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના મહેસૂલ મંત્રી કે રાજને સોમવારે પઠાણમથિટ્ટા કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક અને પરિસ્થિતિના મૂલ્યાંકન બાદ મીડિયાને જણાવ્યું હતું કે, પંપાના જળસ્તરમાં વધારો થતાં સરકારે કાકી ડેમ ખોલીને લગભગ 200 ક્યુમેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ડેમનું પાણીનું સ્તર જોખમના નિશાનને પાર કરી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા 20 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જો હવે ડેમનું પાણી છોડવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. તેમણે કહ્યું કે, પરિસ્થિતિને જોતા સબરીમાલામાં પૂજા માટે પરવાનગી આપી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તેને 16 ઓક્ટોબરથી ભગવાન અયપ્પા મંદિરમાં તુલા પૂજા માટે ખોલવામાં આવ્યું હતું.

આઠ ડેમ માટે ઓરેન્જ એલર્ટ જારી

મંત્રીએ કહ્યું કે પંપા નદીના કિનારે રહેતા લોકોને બહાર કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે. અત્યારે જિલ્લામાં 83 કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં 2,000 થી વધુ લોકો રહી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. જે 10 ડેમો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમાંના મોટાભાગના પઠાણમથિટ્ટા, ઇડુક્કી અને ત્રિશૂર જિલ્લાઓમાં સ્થિત છે, જેમાં કાકી, શોલેયાર, માતુપટ્ટી, મૂઝિયાર, કુંડલા અને પીચીનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય આઠ ડેમ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આગામી કેટલાક દિવસોમાં 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે

છેલ્લા બે દિવસથી ચાલી રહેલો ભારે વરસાદ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે અને તમામ ઉત્તર-પૂર્વ રાજ્યો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના ઓછામાં ઓછા 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઓક્ટોબરમાં 1960 પછી દિલ્હીમાં સૌથી વધુ 94.6 મીમી વરસાદ નોંધાયો છે.

Advertisement

READ ALSO

The post કેરલમાં કહેર/ 10 ડેમ માટે દક્ષિણના આ રાજ્યમાં અપાયું રેડ એલર્ટ, 20થી વધારે રાજ્યોમાં થઈ શકે છે અતિભારે વરસાદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next