Advertisement

ભાવનગરમાં રોગચાળો વકર્યો, પાંચ દિવસમાં ઝાડા-ઉલ્ટીના 70 કેસ

05:09 PM Jun 15, 2018 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગરના વલ્લભીપુર ખાતે વોર્ડ નંબર પાંચમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળો વકરી રહ્યો છે. પાંચ દિવસમાં ઝાડા-ઉલટીના ૭૦ જેટલા કેસો નોંધાયા છે. પરંતુ હજુ સુધી આ રોગચાળા ને ડામવામાં આરોગ્ય વિભાગ સફળ થયું નથી.

વલ્લભીપુરમાં પાંચ દિવસમાં પાણીજન્ય રોગે માજા મૂકી છે. પાણીની લાઈનમાં ગટર નું ખરાબ પાણી ભળી જવાથી ૭૦ જેટલા લોકોને ઝાડા-ઉલટી થયા છે. સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

જોકે ત્યાં પૂરતી સારવાર મળતી ન હોવાનો દર્દીઓનો આરોપ છે. આ બનાવ ના પગલે મામલતદાર અને આરોગ્ય વિભાગ ના આદેશના પગલે ભાવનગરથી આરોગ્ય ની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી અને સારવાર કરવામાં આવી હતી પરંતુ હજુ આ પાણી નું વિતરણ યથાવત હોય રોગચાળામાં વધારો થઇ રહ્યો છે.

The post ભાવનગરમાં રોગચાળો વકર્યો, પાંચ દિવસમાં ઝાડા-ઉલ્ટીના 70 કેસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next