Advertisement

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

08:33 AM Sep 17, 2021 | Bansari |
Advertisement

GSTV

વડોદરા એપીએમસીની આજે વેપારી વિભાગની ચાર બેઠક માટે આજે મતદાન કરવામાં આવશે.જેથી ભાજપના મેન્ડેટ મુજબના ચાર ઉમેદવારો જીતશે કે પેનલ તૂટશે? તે મુદ્દે ઉત્તેજના સર્જાઇ છે.વડોદરા એપીએમસીની ત્રણ વિભાગની કુલ ૧૬ બેઠક માટે તા.૧૭મીએ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.પરંતુ ખેડૂત અને સહકારી મંડળી વિભાગની ૧૨ બેઠકો પર ભાજપના મેન્ડેટ મુજબના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

બાકીના વેપારી વિભાગની ચાર બેઠક માટે પાંચ ફોર્મ ભરાતાં આવતીકાલે સયાજીપુરા એપીએમસી ખાતે મતદાન કરવામાં આવશે.જેમાં ૧૦૩ મતદારો મતદાન કરશે.તા.૧૮મીએ સયાજીપુરા ખાતે મતગણતરી કરવામાં આવશે. જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે.

ભાજપના તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR PATIL) દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની કદાચ આ પહેલી સહકારી ચૂંટણી વડોદરા APMCની આ પહેલી ચૂંટણી જાહેર થઇ છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ દ્વારા 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા અને આ તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

મેન્ડેટની પ્રથાથી BJP ને ફાયદો થયો

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ આમ તો પક્ષ ના ચિન્હ ઉપર નહીં પરંતુ પક્ષ પ્રેરીત કહીને લડાતી હોય છે. વિવિધ નામો વાળી પેનલના બેનર તળે લડાતી આવી ચૂંટણીઓના ઉમેદવારો અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય છે. એક જ પક્ષના ઉમેદવારો અથવા તો બે પેનલો સામસામે હોય છે, જેના કારણે એક જ પક્ષના લોકો વચ્ચે વિવાદના બીજ રોપાયા હોય છે. આ વિવાદને જડમૂળથી ઉખાડી દેવાના ઉદ્દેશ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ મેન્ડેટ આપવાની જાહેરાત કરી અને વડોદરા APMCની ચૂંટણીમાં પક્ષને પણ ફાયદો ફાયદો પણ થયો ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં જ વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાવવા જઈ રહ્યો છે.

Read Also

Advertisement

The post ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next