Advertisement

કોરોના સામે વિસનગર APMCનું ઉમદા કામ, જનજાગૃતિ માટે ગામડાઓમાં મોકલી ડોક્ટર્સની ટીમ

09:53 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

રાજ્ય સરકારે કોરોનાનો ગામડાઓમાંથી સફાયો કરવાનો નિર્ણય કર્યો છે. આ દિશામાં વિસનગર એપીએમસી પણ આગળ આવી છે. વિસનગર એપીએમસીએ તાલુકાના 70 ગામોમાં ડોક્ટરની ટીમ મોકલી છે. જેમાં 5 M.D. ડોક્ટરની સલાહ લેવામાં આવી છે.

5 ડોક્ટર્સની આ ટીમ કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય તેવા લોકોને વિના મૂલ્યે દવાની કીટ આપે છે. અત્યાર સુધી 70 ગામમાં 11 હજાર 500 તેમજ વડનગરના ગામોમાં 1 હજાર 500 હેલ્થ કીટનું વિતરણ કર્યું છે.

શરદી, ખાંસી સહિત કોરોનાના પ્રાથમિક લક્ષણ ધરાવતાં લોકોને ફ્રીમાં કીટ આપવામાં આવી. એપીએમસી ચેરમેનું કહેવું છે કે હેલ્થ ચેકઅપ બાદ ગામડાઓમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post કોરોના સામે વિસનગર APMCનું ઉમદા કામ, જનજાગૃતિ માટે ગામડાઓમાં મોકલી ડોક્ટર્સની ટીમ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next