Advertisement

અરવલ્લીની ગિરીમાળામાં બિરાજતા વિશ્વેશ્વર મહાદેવ, પ્રકૃતિનાં ખોળે પાંડવકાળનું ઐતિહાસિક મંદિર

05:54 PM Aug 05, 2019 | GSTV Web News Desk |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લીની ગિરીમાળાઓ અને બનાસકાંઠા નદીને કાંઠે વિશ્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ પાંડવ કાલીન મન્દિર શ્રાવણ માસમા વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ માસના દર સોમવારે અહીં મેળો ભરાય છે અને ગુજરાત ભરમાથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવનાં ચરણોમા શીશ નમાવી ધન્યતા અનુભવે છે.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠા માં પાંચ મહાદેવ છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં આ પાંચ મહાદેવના દર્શન કરવાથી ભક્તોનો બેડો પાર થઈ જાય છે. વિશ્વેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, બાલારામ મહાદેવ, બજોઠિયા મહાદેવ અને કોટેશ્વર મહાદેવ જેમાં પાંડવો એ અહીં ઇકબાલ ગઢ નજીક જંગલોમાં બનાસ નદીને કિનારે વિશ્વેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. વનવાસ દરમ્યાન પાંડવો વિશ્વેશ્વરનાં જંગલોમા રોકાયા હતા અને મહાદેવની ભક્તિ કરી હતી. જો કે હાલ જ્યાં વિશ્વેશ્વર મહાદેવનું સ્થાન છે, ત્યાં પહેલા જંગલ હતું.

બનાસ નદીનો કિનારો હતો અને આ જંગલમાં પાંડવોએ મહાદેવની સ્થાપના કરી હતી. જોકે સમય વિતતા ત્યાં એક પૂજારી આવ્યા અને આ પૂજારીએ એક નાના મંદિરમાંથી મોટું મંદિર બનાવ્યું અને ત્યારબાદ સમય જતાં આજુબાજુના લોકોની આસ્થા વધતી ગઈ. ધીરે ધીરે મંદિરે આવવા લાગ્યા અને તેમાંથી આજે વિશ્વેશ્વર મહાદેવ એક પર્યટક ધામ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ વિશ્વેશ્વર મહાદેવના દર્શનાર્થે આવી અને ધન્યતા અનુભવે છે. વિશ્વેશ્વર મહાદેવમાં ધર્મશાળા ઉપરાંત કુદરતી સૌંદર્ય અને શ્રાવણ માસમા વહેતી નદીએ સૌ ભક્તોનું અને પ્રવાસીઓનું પણ ધ્યાન આકર્ષિત કરે છે.

પાંડવ કાલીન વિશ્વેશ્વર મહાદેવનું ખૂબ જ મહત્વ છે તેમાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો ઘસારો રહે છે શ્રાવણ માસના દર સોમવારે અહીં મેળો ભરાય છે. ઇકબાલગઢ પંથક સહિત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.

Advertisement

બનાસ નદીના કાંઠે વસેલા વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવાથી ધન્યતા તો મળે છે પણ સાથે સાથે પ્રકૃતિ પણ મળે છે. વિશ્વેશ્વર મહાદેવની બાજુમાં વહેતી બનાસ નદીમાં લોકો શ્રાવણ માસમાં આવી અને નદીમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે. જોકે વિશ્વેશ્વર મહાદેવની ચારો તરફ પ્રકૃતિ છે પ્રાકૃતિક સૌંદર્ય છે અને આ સૌંદર્યને માણવા પ્રવાસીઓનો પણ ઘસારો રહે છે ભક્તો પણ આવી અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.

બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક આવેલું વિશ્વેશ્વર મહાદેવ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અને કુદરતના ખોળે છે શ્રાવણ માસમાં વિશ્વેશ્વર ધામ નું અનેરું મહત્વ પણ છે પરંતુ જે પ્રકારે પ્રકૃતિના ખોળે મહાદેવ બિરાજમાન છે અને ભક્તોનું પણ અહીં ઘોડાપુર રહે છે ત્યારે હવે આ વિશ્વેશ્વર ધામને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની માંગ ઉઠી છે જો સરકાર આ મહાદેવના તરફ ધ્યાન નાખે અને વિકસિત કરવામાં આવે તો ભક્તો તો દર્શન કરીને ધન્યતા અનુભવશે પરંતુ પ્રવાસીઓ માટે પણ એક સુંદર મજાનું પર્યટક સ્થળ બની રહેશે.

READ ALSO

The post અરવલ્લીની ગિરીમાળામાં બિરાજતા વિશ્વેશ્વર મહાદેવ, પ્રકૃતિનાં ખોળે પાંડવકાળનું ઐતિહાસિક મંદિર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next