Advertisement

2018માં લખવામાં આવ્યું હતું ગીત ‘બચપન કા પ્યાર…’, આ ગુજરાતી આદિવાસી લોકગીત ગાયકે લખ્યું હતું.

03:25 PM Jul 29, 2021 | Damini Patel |
Advertisement

GSTV

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ જે નાના કલાકાર સહદેવની પ્રસંશા કરતા થાકતા નથી, હવે એને મળીને શુભેચ્છા પાઠવી છે. સહદેવનું ગીત સંભાળી સીએમએ એમની ટ્વીટર પર ખુબ તારીફ કરી. સ્કૂલી વિદ્યાર્થી સહદેવનું ‘બચપન કા પ્યાર’ ગીત ગાતા એક વિડીયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયો હતો.

એવામાં ‘બચપન કા પ્યાર’ ગાવા વાળા સહદેવને બધા જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે આ ગીત ગુજરાતના એક આદિવાસી લોક ગાયક કમલેશ બારોટે 2018માં લખ્યું, કમ્પોઝ કર્યું અને ગયું હતું. આદિવાસી લોકગીત ગાયક કમલેશ બારોટ પોતાના મ્યુઝિકલ અને ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી 6000થી વધી ગીત ગાયા છે. ઘણા ગીત કમલેશ બારોટે લખી કમ્પોઝ કર્યું છે.

2018માં લખ્યું હતું ગીત

ગુજરાતના હાલોલમાં રહેવા વાળા કમલેશ બારોટે એક ટીવી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, કે તેઓ ખુબ ખુશ છે કે એક નાના બાળકના કારણે આજે એમનું આ ગીત ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ગીત તેમણે 2018માં લખ્યું હતું, જેમા અમદાવાદના મેશવો ફિલ્મ પ્રોડક્શન હાઉસે કોપીરાઈટ ખરીદી પબ્લિશ કર્યું હતું.

બધા કોપી રાઈટ પ્રોડક્શન હાઉસ પાસે

પરંતુ જયારે કમલેશને પૂછવામાં આવ્યું કે, ઘણા બધા રેપર આ ગીતને લઇ અલગ અલગ રેપ બનાવી રહ્યા છે તો એવામાં શું તમે કોપીરાઈટને લઇ ફરિયાદ નોધાવશો? કમલેશ બારોટે કહ્યું કે આ ગીતના તમામ કોપી રાઈટ પ્રોડક્શન હાઉસને આપી દીધા છે. એવામાં પ્રોડક્શન હાઉસ જ નિર્ણય કરશે કે એમણે શું કરવાનું છે.

Advertisement

પરંતુ કમલેશ ખુબ ખુશ છે કે આજે આટલા વર્ષ પછી એક બાળકના કારણે એમનું આ ગીત દેશ દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે. તેઓ આ બાળકને જરૂર એક વખત મળવા ઈચ્છે છે. કમલેશ પોતે ગુજરાતના આદિવાસી લોકગાયક તરીકે ખુબ પ્રખ્યાત છે. કમલેશ માત્ર આદિવાસી લોકગાયક તરીકે જ નહિ પ્રાણરૂ ભોજપુરી ગીતમાં પણ ખુબ નામ કમાયું છે.

Read Also

The post 2018માં લખવામાં આવ્યું હતું ગીત ‘બચપન કા પ્યાર…’, આ ગુજરાતી આદિવાસી લોકગીત ગાયકે લખ્યું હતું. appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next