Advertisement

ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી આ જિલ્લામાં વાયરલ ફીવરની બીમારીએ માથું ઉચક્યું, હોસ્પિટલોમાં દર્દીઓ ઊભરાયા

03:43 PM Aug 11, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં 15 દિવસથી વાયરલ ફીવરની બિમારીએ માથું ઉચક્યું છે. જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વાયરલ ફીવરના દર્દીઓ સામે આવતા સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઊભરાયા છે. સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં 100 થી 200 OPD નોંધાતી હતી. જે હવે 600 એ પહોંચી ગઈ છે.

શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે

ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પ્રતિ દિવસે 1 હજારથી વધુની OPD નોંધાય છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા દર્દીઓની કતારો જોવા મળે છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યાં. જેમાં મચ્છર જેવા જંતુઓ ઉત્પન્ન થતાં બિમારી તબાહી સર્જે તેવી શક્યતાઓ છે. જો કે સ્થાનિક તંત્ર દ્વારા દવા છંટકાવ કે કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.

READ ALSO

The post ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી આ જિલ્લામાં વાયરલ ફીવરની બીમારીએ માથું ઉચક્યું, હોસ્પિટલોમાં દર્દીઓ ઊભરાયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next