Advertisement

શાખ પાણીમાં ગઈ: વિપુલ ચૌધરીના વળતા પાણી, એક સમયે દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા પોતાના ગામની ચૂંટણી પણ જીતી શક્યા નહીં

10:39 AM Aug 09, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

કહેવાય છે કોઈ પણ વ્યક્તિનો જ્યારે દશકો હોય છે, ત્યારે બધા નિર્ણયો અને સારા સમાચાર તેના પક્ષમાં આવતા હોય છે. પણ જ્યારે પડતીના આરે આવે ત્યારે વ્યક્તિ ચારેતરફથી ઘેરાઈ જતો હોય છે. કંઈક આવુ જ થયુ છે દૂધસાગર ડેરીના એક સમયના ચેરમેન રહેલા વિપુલ ચૌધરીની હાર થયા બાદ હવે ચરાડા દૂધ મંડળીની ચૂંટણીમાં પણ હાર થઈ છે.

આપને જણાવી દઈએ કે, ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 15 પુરૂષ સભ્યો અને 3 મહિલ સભ્યો સહિત કુલ 18 સભ્યો મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી અને અમિત ચૌધરીની પેનલ એકબીજાની સામ સામે હતી.

જો કે, આ ચૂંટણીના પરિણામ ચોંકાવનારા સામે આવ્યા હતા. જેમાં સૌથી ઓછા મત પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ દૂધસાગર ડેરી ચેરમેન વિપુલ ચૌધરીને મળ્યા હતાં. અને વિપુલ ચૌધરીની ભૂંડી હાર થઈ હતી.

એક સમયે દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરીની હવે વળતા પાણી થયા છે. એક સમયે આટલા મોટા પદ પર રહેલા વિપુલ ચૌધરી હવે પોતાના ગામની ચૂંટણીમાં પણ હારી ગયા છે.જેથી તેમના સમર્થકો અને પેનલના સભ્યોને ભારે મોટો ઝટકો લાગ્યો છે.

Advertisement

READ ALSO

The post શાખ પાણીમાં ગઈ: વિપુલ ચૌધરીના વળતા પાણી, એક સમયે દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા પોતાના ગામની ચૂંટણી પણ જીતી શક્યા નહીં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next