Advertisement

વિજયનગર : એકસાથે 8 સ્મશાન યાત્રા નીકળતા નવાભાગા ગામ હીબકે ચડ્યું, જુઓ VIDEO

09:25 PM Feb 27, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વિજયનગર તાલુકાના નવાભગા ગામે આજે એક સાથે ૮ લોકોની નીકળેલી સ્મશાન યાત્રાએ સમગ્ર તાલુકામાં શોકનું મોજું ફેરવી દીધું હતું. ગઈકાલે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર ૮ માંથી ૭ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો હતા. જેને લઈને લોકો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી શકાય એ માટે નવા ભગા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ પોતાના માતા -પિતા સાથે મજૂરી કરવા સવારે જ નીકળી પડ્યા હતા.

પરંતુ તેઓ મજૂરી કામ અર્થે પહોચે તે પહેલા જ વિજયનગરનાં આતરસુબા આશ્રમ પાસે રોંગ સાઈડે આવતી ધસમસતી ટ્રકે ખીચોખીચ મુસાફરો ભરેલી જીપને ટક્કર મારી હતી.

જેમાં નવા ભગા ગામના ૮ લોકોના ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન મોત થયા હતા. સ્થાનિક ધારાસભ્યે તમામ મૃતકોને 10 લાખ અને ઘાયલોને પણ વળતર મળે તેવી માંગ કરી હતી.

Advertisement

The post વિજયનગર : એકસાથે 8 સ્મશાન યાત્રા નીકળતા નવાભાગા ગામ હીબકે ચડ્યું, જુઓ VIDEO appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next