Advertisement

Sherni Review : ‘શેરની’બનેલી વિદ્યા બાલને ફરી એકવાર સાબિત કરી પોતાની ઉમદા એક્ટિંગ સ્કીલ્સ, સોશિયલ મીડિયા પર મળ્યાં જોરદાર રિએક્શન

12:35 PM Jun 18, 2021 | Bansari |
Advertisement

GSTV

વિદ્યા બાલનની ફિલ્મ શેરની એમેઝોન પ્રાઇમ પર રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં વિદ્યા વન અધિકારીના કિરદારમાં જોવા મળી રહી છે. વિદ્યાની આ ફિલ્મની ફેન્સ ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં અને હવે ફિલ્મ જોયા બાદ દર્શક સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન આપી રહ્યાં છે.

અત્યાર સુધી જે રિએક્શન સામે આવ્યાં છે તેમાં તમામ ફિલ્મની સ્ટોરી અને વિદ્યાની એક્ટિંગના વખાણ કરી રહ્યાં છે. ત્યાં સુધી કે ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે કે આ કિરદારને નિભાવ્યા બાદ તેમના મનમાં વિદ્યા માટે રિસ્પેક્ટ વધી ગઇ છે. જો તમે પણ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો વાંચો દર્શકોના રિએક્શન્સ.

અહીં વાંચો તમામ સોશિયલ મીડિયા રિએક્શન્સ

ફિલ્મમાં વિદ્યા, વન અધિકારીનું કિરદાર નિભાવી રહી છે અને દર્શકોને જણાવશે કે આખરે શા કારણે આ શેર આદમખોર બની રહ્યાં છે. ટી સીરીઝ અને અમુનદાનતિયા એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મને રો ન્યૂટન ફેમ ડાયરેક્ટર અમિત માસૂરકરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં વિદ્યા ઉપરાંત શરદ સક્સેના, મુકુલ ચઢ્ઢા, વિજય રાજ, ઇલા અરુણ લીડ રોલમાં છે.

અમિતે તાજેતરમાં જ જણાવ્યું હતું કે વિદ્યાને સૌથી પહેલા શેરની માટે અપ્રોચ કરવામાં આવી હતી અને જે તરત જ આ ફિલ્મ સાથે જોડાઇ ગઇ. વન વિભાગમાં મહિલાઓ અનેક પદો પર કામ કરે છે, જેમ કે ફોરેસ્ટ ગાર્ડ, ઓફિસર, ઓફિસ સ્ટાફ. વિદ્યા એટલી ઉમદા એક્ટ્રેસ છે કે તેણે પોતાને આ કિરદારમાં ઢાળવા માટે વધુ સમય ન લીધો.

કોરોનાકાળમાં કર્યુ ફિલ્મનું શુટિંગ

Advertisement

ફિલ્મમાં કામ કરતી વખતે આવેલી સમસ્યાઓ વિશે જણાવતા તેણે કહ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી વર્ષ 2091માં લખવામાં આવી હતી અને ડિસેમ્બરમાં અમે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું હતુ. વર્ષ 2020માં અમે ભોપાલ પાસે શુટિંગ કર્યુ. જેવો અમને કોરોનાના કારણે થઇ રહેલી મુશ્કેલીનો અહેસાસ થયો તો અમે લોકડાઉન પહેલા જ વચ્ચેથી જ શુટિંગ છોડી દીધું.

અમિતે વધુમાં જણાવ્યું કે, જ્યારે અમે ઓક્ટોબર 2020માં મળ્યાં તે સમયે કોરોનાના સખત પ્રોટોકોલ્સ હતાં. ફિલ્મના પ્રોડ્યુસરે કોવિડને ધ્યાનમાં લેતા બાયો બબલમાં કામ કરવાનો નિર્ણય લીધો. હવે અમારુ મોટાભાગનું શુટિંગ જંગલમાં થયું હતું તેથી અમે ભીડથી દૂર અને સુરક્ષિત હતા. અમે શૂટના સમયે પીપીઇ સૂટ અને ફેસ શીલ્ડ પહેરીને રાખતા હતાં. શુટ બાદ એક્ટર્સ પણ તરત જ માસ્ક પહેરી લેતા હતા. આવી સ્થિતિમાં કામ કરવુ મુશ્કેલ હતુ. પરંતુ અમારા માટે બધાની સુરક્ષા મહત્વની હતી.

Read Also

The post Sherni Review : ‘શેરની’ બનેલી વિદ્યા બાલને ફરી એકવાર સાબિત કરી પોતાની ઉમદા એક્ટિંગ સ્કીલ્સ, સોશિયલ મીડિયા પર મળ્યાં જોરદાર રિએક્શન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next