Advertisement

HCના ચુકાદા બાદ હોસ્પિટલ દ્વારા મૃત્યુશૈયા પર રહેલા યુવકના સ્પર્મ સેમ્પલ લેવાયા, પત્નીએ IVF માટે કરી હતી અરજી

02:22 PM Jul 21, 2021 | Dhruv Brahmbhatt
Advertisement

GSTV

વડોદરાની પરિણીતાને IVF થી બેબી પ્લાન્ટ કરવા માટે હાઈકોર્ટે આપેલા ચુકાદા બાદ સ્ટર્લિંગ હોસ્પિટલે મહિલાના પતિના સ્પર્મ સેમ્પલ લઇ લીધા છે. જેમાં 7 તબીબ અને તેમની ટીમ જોડાઈ હતી. મૃત્યુશૈયા પર રહેલા યુવકના મલ્ટી ઓર્ગન્સ ફેઈલ છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર છે. ત્યારે સ્પર્મ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ મેડિકલ જગત માટે પડકાર હતો. જો કે કદાચ આ પ્રકાર દર્દીના સ્પર્મ સેમ્પલ લેવાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. મહત્વનું છે કે, આ યુવકનું યુરિન મારફતે સ્પર્મ લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે પ્રથમ વખત એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી છે. મૃત્યુશૈયા પર પડેલા યુવકના પુત્રની માતા બનવા તેની પત્નીએ વીર્ય સેમ્પલ લેવા કોર્ટ સમક્ષ રાવ નાખી હતી. હાઇકોર્ટે પણ માત્ર પંદર મિનિટમાં આ કેસનો ચુકાદો આપતા તેને મંજૂરી આપી દીધી હતી. જો કે એ પછી યુવક જ્યાં દાખલ છે ત્યાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે 7 કલાકથી પણ વધુ સમય વીત્યા છતાં હજુ સેમ્પલ લેવાની કોઇ કાર્યવાહી ન હોતી કરી.

આ સમગ્ર કિસ્સા પર નજર કરીએ તો હાઇકોર્ટમાં અરજી કરનારી યુવતીના પતિને કોરોના થતા તબિયત વધુ લથડી હતી. વડોદરા સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ આ યુવક મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થતા સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. તબીબોએ પણ તેમના બચવાની આશા છોડી દીધી હતી. દરમિયાન અરજદાર યુવતીએ IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.

મહિલાએ કૃત્રિમ રીતે ગર્ભ ધારણ કરવા માટે ડૉકટર પાસે મંજૂરી માંગી હતી

ડૉક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતા કોર્ટે દર્દીના સ્પર્મ લેવા પણ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો. મહત્વનું છે કે IVF કરવા માટે બંને પક્ષની સંમતિ જરૂરી છે. પરંતુ યુવક છેલ્લાં ઘણાં સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે તેમ ન હોતું.

Advertisement

મહિલાએ પોતાનો વંશ આગળ વધારી શકાય તે માટે કૃત્રિમ રીતે ગર્ભ ધારણ કરવા માટે ડૉકટર પાસે મંજૂરી માંગી હતી અને હોસ્પિટલમાં એડમિટ અરજદારના પતિના સ્પર્મ થકી IVF કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે ખાનગી હોસ્પિટલના ડૉકટરોએ મહિલાની આ ઈચ્છાને અવગણી હતી અને દર્દી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં હોવાનું કારણ આપીને એડમિટ દર્દીના સ્પર્મનો ઉપયોગ કરવા મંજૂરી ન હોતી આપી.

ખાનગી હોસ્પિટલે મહિલાની ઈચ્છાની અવગણના કરતા મહિલાએ હાઇકોર્ટનો સહારો લીધો

આથી ખાનગી હોસ્પિટલે મહિલાની ઈચ્છાની અવગણના કરતા મહિલાએ હાઇકોર્ટનો સહારો લીધો હતો. મહિલાએ તેમના પતિ પાસે માત્ર ગણતરીના જ કલાકો હોવાને કારણે આ અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવા રજૂઆત કરી હતી. જેથી હાઇકોર્ટે મહિલા અરજદારની વાતને ધ્યાનમાં રાખી આ અરજી પર તત્કાલ સુનાવણી હાથ ધરીને મહત્વનો ઓર્ડર કર્યો હતો.

હાઇકોર્ટમાં અરજદારના વકીલ નિલય પટેલ દ્વારા આ મામલે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આવા કેસોમાં સ્પર્મ ડોનરની મંજૂરી લેવી જરૂરી છે પરંતુ આ કેસમાં ડોનર બેભાન છે અને તે મંજૂરી આપી શકે તેમ નથી અને IVF કરાવનાર ડોનરના પત્ની જ છે. આ સાથે ડોનરના માતા-પિતાની પણ IVF માટે સહમતિ છે જેથી મહિલા અરજદારને IVF માટે મંજૂરી આપવામાં આવે.

આથી અરજદારના વકીલની રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે 15 જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પરખી વિશેષાધિકારની રૂએ મહત્વનો આદેશ કર્યો. ગુજરાત હાઈકોર્ટે સ્પર્મ લઇ લેવા આદેશ કર્યો હતો. જો કે, IVF માટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી સ્પર્મનો ઉપયોગ ન કરવા આદેશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post HCના ચુકાદા બાદ હોસ્પિટલ દ્વારા મૃત્યુશૈયા પર રહેલા યુવકના સ્પર્મ સેમ્પલ લેવાયા, પત્નીએ IVF માટે કરી હતી અરજી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next