Advertisement

પ્રોહિબિશન / વડોદરા જિ. પં. પ્રમુખનો બંગલો બન્યો દારૂબંધીના નામે કલંક, મળી આવ્યો લાખોનો દારૂ

11:01 AM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

સરકારે ફાળવેલા વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખના બંધ બંગલામાં સિક્યુરિટી જવાનની મદદથી ચાલતા દારૃ કટીંગના નેટવર્કને પીસીબી પોલીસે ઝડપી પાડયું હતું. આ ગુનાના મુખ્ય આરોપી હજી પોલીસના હાથે પકડાયા નથી.

પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે કલ્યાણબાગ ગ્રાઉન્ડ પાસે આવેલા અંબિકાભવન ખાતેના બંધ બંગલાના પાછળના ભાગે આવેલા ગ્રાઉન્ડમાં ચાલતા દારૃના કટીંગના નેટવર્કને ઝડપી પાડી ત્રણ આરોપીઓ (૧)પિન્ટુ ભેરૃલાલ આહીર (રહે. હીતાગાવ,જિ. ઉદેપુર,રાજસ્થાન)(૨)સતિષ અમરભાઇ ચૌહાણ (રહે. શિતલકુંજ સોસાયટી,માંજલપુર નાકા) તથા (૩)કરણસિંહ ગોવિંદભાઇ રાઠવા (રહે. અંબિકાભવન સર્વન્ટ ક્વાટર્સ,મૂળ રહે. ડુંગરવાડા,તા. પાવી જેતપુર,જિ. છોટાઉદેપુર) ને ઝડપી પાડયા હતા. પોલીસે દારૃ અને બિયર મળીને કુલ રૃપિયા ૧,૨૪,૮૦૦ નો દારૃનો જથ્થો તથા એક ટેમ્પો, બે કાર ,એક બાઇક, ચાર મોબાઇલ ફોન, રોકડા ૭૦૦ અને ૧૨૦ હેલમેટ મળીને કુલ રૃપિયા ૬. ૯૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બંગલામાં દારૃનો ધંધો કરતા મુખ્ય આરોપીઓ વિજય રાણા અને હરિશ બ્રહ્મક્ષત્રિય એક સપ્તાહ થવા છતાંય હજી પોલીસના હાથે પકડાયા નથી.

તો બીજી તરફ, ગોરવા ચંદ્રલોક સોસાયટીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં છાપરૃ બાંધીને વિદેશી દારૃનો ધંધો કરતા ત્રણ આરોપીને પોલીસે ઝડપી લઇ દારૃ અને બિયર મળીને ૭૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,ગોરવા ગામ અનગઢ ફળિયામાં રહેતા બે ભાઇઓ ભાવેશ મનહરભાઇ પટેલ અને અલ્પેશ વિદેશી દારૃનો ધંધો કરે છે. દારૃનો જથ્થો કોઇ જગ્યાએ સંતાડીને તેઓ ચંદ્રલોક સોસાયટીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં છાપરૃ બાંધીને તેમાં જરૃરિયાત મુજબનો જથ્થો લાવીને વેચાણ કરે છે. હાલમાં અલ્પેશ તથા અભિમન્યુ શ્રીવાસ્તવ,મહેન્દ્ર ઉર્ફે ભોળો અમરસિંહ સોલંકી છાપરા પાસે બેસીને દારૃનું વેચાણ કરે છે.

Advertisement

પી. સી. બી. પી. આઇ. જે. જે. પટેલની સૂચના મુજબ,સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને (૧)અલ્પેશ પટેલ (રહે. ગોરવા ગામ, અનગઢ ફળિયુ,હાલ રહે. પાલીતીર્થ કોમ્પલેક્સ,સુભાનપુરા ) (૨) અભિમન્યુ અર્જુનભાઇ શ્રીવાસ્તવ (રહે. ગોરવા પોલીસ સ્ટેશનની બાજુમાં) તથા (૩) મહેન્દ્ર અમરસિંહ સોલંકી (રહે. સોલંકી ફળિયુ,ગોરવા ગામ)ને ઝડપી પાડયા હતા. જ્યારે દારૃ મુકવા માટે મકાન આપનાર ઉદેસિંહ ચંદુભાઇ ગોહિલ તથા મુખ્ય સૂત્રધાર ભાવેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૃ અને બિયર મળીને કુલ ૧૬૨ નંગ બોટલ,એક સ્કૂટર,ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૃપિયા ૮,૮૫૦ મળીને કુલ રૃપિયા૭૫,૯૨૫ નો મુદ્દામાલ કબજે લીધો છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

The post પ્રોહિબિશન / વડોદરા જિ. પં. પ્રમુખનો બંગલો બન્યો દારૂબંધીના નામે કલંક, મળી આવ્યો લાખોનો દારૂ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next