Advertisement

બેખૌફ / વડોદરાનો નામાંકિત બુટલેગરની હોમ ડિલિવરીની ઓફર, PI પણ વેપારમાં ભાગીદાર હોવાનો દાવો

09:33 PM Sep 09, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગર હુસેને પોતાનો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં શરાબની વિવિધ બ્રાન્ડની કિંમતો સાથે હોમ ડિલિવરીની ઓફર મૂકી છે.

પોલીસ મથકના PI પણ આ શરાબના વેપલામાં ભાગીદાર હોવાનો તેણે વીડિયોમાં દાવો કરી નાખ્યો છે. હાલ જે પોલીસ શરાબ પકડી રહી છે એ બુટલેગર અને પોલીસના સેટિંગનો એક ભાગ હોવાનો બુટલેગર હુસેને દાવો કર્યો છે. ત્યારે વડોદરા પોલીસના અધિકારીઓ આ પ્રકારના ગંભીર આરોપીથી લોકોમાં વિવિધ ચર્ચા જાગી છે.

મહત્વનું છે કે બુટલેગર હુસેન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. હુસેન પર પોલીસ પર હુમલા કર્યાના પણ આરોપો લાગ્યા છે ત્યારે બુટલેગર હુસેનનો આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી અને વાયરલ વીડિયો અંગે જીએસટીવી કોઇપણ પ્રકારની પૃષ્ટી કરતું નથી.

Read Also

The post બેખૌફ / વડોદરાનો નામાંકિત બુટલેગરની હોમ ડિલિવરીની ઓફર, PI પણ વેપારમાં ભાગીદાર હોવાનો દાવો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next