Advertisement

ઇતિહાસની ઝાંખી / વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બની જશે યુગપુરૂષ, રૂપાણી સરકાર કરોડો રૂપિયાનો કરી રહી છે ખર્ચ

02:45 PM Jun 22, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં હવે પીએમના બાળપણના સ્ટેચ્યુ સહિત વડનગરના ઇતિહાસની ઝાંખી જોવા મળશે. વડનગરમાં કરોડોના ખર્ચે અદ્યતન એવો નવો વોચ ટાવર બનાવવામાં આવ્યો છે. વોચ ટાવરની બાજુમાં બનેલી આર્ટ ગેલેરીમાં નગરના ઇતિહાસની ઝાંખી કરાવતા ચિત્રો જોવા મળશે.

તો ચાની કીટલી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણનું સ્ટેચ્યુ પણ જોવા મળશે. વડનગરનો ઐતિહાસિક ટાવર વર્ષો પહેલા ધરાશાયી થયો હતો. જે બાદ આ ટાવર ફરી બનાવવાની માંગ ઉઠતા ટુરિઝમ વિભાગે નવો ટાવર તેમજ આર્ટ ગેલેરી બનાવી છે.

જેમાં પીએમ મોદીના સ્ટેચ્યુ ઉપરાંત હાટકેશ્વર મંદિર, કીર્તિ કોરણ, તાના-રીરી સહિતના સ્થાપત્યો તેમજ શહેરના તમામ 6 દરવાજાના આબેહૂબ ચિત્રો જોવા મળશે. તદુપરાંત મરાઠાયુગ પહેલાનો ઇતિહાસ ઉજાગર કરતી ઝાંખી પણ જોવા મળશે. જે વડનગર આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post ઇતિહાસની ઝાંખી / વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બની જશે યુગપુરૂષ, રૂપાણી સરકાર કરોડો રૂપિયાનો કરી રહી છે ખર્ચ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next