Advertisement

ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા

10:32 PM Jun 12, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

સમગ્ર દેશમાં વેક્સિનની અછત વચ્ચે ખાનગી હોસ્પિટલો પાસે રહેલા વેક્સિનના સ્ટૉક અંગે મોટો ખુલાસો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ગત મહિને ખાનગી હોસ્પિટલોએ પોતાને મળેલા વેક્સિનમાંથી માત્ર 17 ટકા ડૉઝનો જ ઉપયોગ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની રિપોર્ટ અનુસાર, મે મહિનામાં સમગ્ર દેશમાં 7.4 કરોડ વેક્સિન ડોઝ સપ્લાઈ કરવામા આવ્યા હતા. જેમાંથી 1.85 કરોડ ડોઝ ખાનગી હોસ્પિટલોને આપવામા આવ્યા હતા.

ખાનગી હોસ્પિટલો 1.85 કરોડ ડોઝમાંથી માત્ર 22 લાખ ડોઝનો જ ઉપયોગ કરી શકી હતી. એટલે કે, મે મહિનાના ખાનગી હોસ્પિટલો પાસે 1.07 કરોડ ડોઝ જેટલો સ્ટૉક વપરાયા વિના પડ્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલોને મોટા પાયે વેક્સિન સ્ટોક કરવા દેવા મામલે સવાલ ઉઠી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને અત્યારસુધીમાં 25.87 કરોડથી વધુ વેક્સિન સપ્લાઈ કરવામા આવી છે. જેમાંથી 24.76 કરોડ વેક્સિનનો ઉપયોગ કરાયો હતો અને 1.12 કરોડથી વધુ વેક્સિન ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે સ્ટોક તરીકે ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર વેક્સિનના 10.81 લાખ ડોઝ આગામી 3 દિવસમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને સપ્લાઈ કરવામા આવશે.

READ ALSO

The post ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next