Advertisement

કોરોના મહામારી/ યુએસની નવી ‘ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ’નું એલાન, ફૂલી વેક્સીનેટેડ લોકોને જ મળશે દેશમાં એન્ટ્રી

11:19 AM Sep 21, 2021 | Damini Patel |
Advertisement

GSTV

અમેરિકાએ સોમવારે એક નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમની ઘોષણા કરી છે જે હેઠળ નવેમ્બરથી ફૂલી વેક્સીનેસ્ટેડ લોકોને જ દેશમાં પ્રવેશ આપવામાં આવશે. એને અનિવાર્ય રૂપથી ભારત જેવા દેશો પર લાગેલ યાત્રી પ્રતિબંધ ખતમ થઇ જશે. ખરેખર, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ 2020માં કોરોના વાયરસ મહામારીની શરૂઆત વિદેશી યાત્રીઓને અમેરિકામાં પ્રવેશ કરવાથી પુરી રીતે બેન કર્યા હતા.

વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું, ભારત જેવા દેશોના વેક્સિનેશન વાળા લોકો અમેરિકા માટે ઉડાન ભરી શકે છે. એમને અમેરિકાની યાત્રા દરમિયાન પોતાનું વેક્સિનેશનનું પ્રુફ આપવાનું રહેશે. વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પાંસ કોઓર્ડીનેટર જેફ જાયન્ટ્સએ એક વર્ચ્યુઅલ ન્યુઝ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ‘આજે અમે એક નવા ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ સિસ્ટમનું એના કરી રહ્યું છે. આ નવી સિસ્ટમથી અમેરિકાના નવા ઉડાન ભરવા વાળા યાત્રીઓથી કોરોના ફેલાવો રોકવા,અમેરિકીઓની રક્ષા કરવા અને ઇન્ટરનેશનલ ટ્રાવેલને સુરક્ષિત બનાવવા માટે સખત પ્રોટોકોલ સામેલ છે.

પ્લેનમાં ચડતા પહેલા વેક્સિનેશનનો પુરાવો બતાવવો પડશે

જેફ જાયન્ટ્સે કહ્યું કે, અમેરિકાએ વિજ્ઞાન અને જાહેર આરોગ્યને તેના માર્ગદર્શક તરીકે રાખીને નવી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા વિકસાવી છે. તેનાથી દેશમાં અમેરિકનોની સુરક્ષા વધશે તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પણ સુરક્ષિત થશે. તેમણે કહ્યું, ‘નવી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સ નવેમ્બરથી શરૂ થશે. અમેરિકા જનારા વિદેશી નાગરિકો માટે સંપૂર્ણ રસીકરણ કરવું અને યુ.એસ.માં વિમાનમાં બેસતા પહેલા રસીકરણનો પુરાવો બતાવવો ફરજિયાત રહેશે.

ક્વોરેન્ટાઇનની નહિ રહે જરૂરત

ભારત, બ્રાઝિલ, યુકે, ચીન, ઈરાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી આવતા લોકો માટે વર્તમાન ક્વોરેન્ટાઇન નિયમો અને મુસાફરી પ્રતિબંધો અંગેના પ્રશ્નના જવાબમાં જાયન્ટ્સે કહ્યું કે નવેમ્બરની શરૂઆતમાં યુએસ આ નવા અને ખૂબ જ કડક વૈશ્વિક વ્યવસ્થા તરફ આગળ વધશે. તેમણે કહ્યું, ‘નાગરિકો માટે રસીકરણ કરવું જરૂરી રહેશે. તેઓએ રસીકરણનો પુરાવો પણ બતાવવો પડશે. આ પછી, ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું પડશે. ‘અન્ય સવાલના જવાબમાં જાયન્ટ્સએ કહ્યું,’ તે સંપૂર્ણપણે સાચું છે કે સંપૂર્ણ રસીવાળા મુસાફરોએ ક્વોરેન્ટાઇનમાં જવાની જરૂર નથી.’

Advertisement

Read Also

The post કોરોના મહામારી/ યુએસની નવી ‘ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ’નું એલાન, ફૂલી વેક્સીનેટેડ લોકોને જ મળશે દેશમાં એન્ટ્રી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next