GSTV
સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયાએ આજે ઉમરા પોલીસ સમક્ષ સરન્ડર થતાં પોલીસે આરોપીના કોવિડ રીપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.
ગઈ તા. 26મી એપ્રિલના રોજ વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતિ ઉર્વશી ચૌધરી પોતાના ભાઈ સાથે ફ્રેન્કી ખાવા ગઈ હતી. જે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બેફામ કારચલાવી મોપેડ પર બેઠેલી ઉર્વશીને હડફેટે લીધી હતી. જેનુ ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
આ કેસમાં ઉમરા પોલીસે પહેલા મોટરવ્હીકલ એક્ટની જામીન પાત્ર ગુનાની કલમ સાથે અતુલ વેકરીયાને ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરતા જામીન પર છૂટી ગયો હતો. પાછળથી ઉમરા પોલીસે સાપરાધ મનુષ્ય વધ તથા ડ્રીંક એન્ડ ડ્રાઈવની સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેને કોર્ટે મંજૂરી આપતા અતુલ વેકરીયાના જામીન રદ થતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીનમાં ગતા કોર્ટે સુનાવણી 9 મેના રાખી હતી. આજે એકાએક અતુલ વેકરીયાએ ઉમરા પોલીસને શરણે હાજર થતા રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Related Articles
સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયાએ આજે ઉમરા પોલીસ સમક્ષ સરન્ડર થતાં પોલીસે આરોપીના કોવિડ રીપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.
ગઈ તા. 26મી એપ્રિલના રોજ વેસુ વિસ્તારમાં રહેતી 28વર્ષીય યુવતિ ઉર્વશી ચૌધરી પોતાના ભાઈ સાથે ફ્રેન્કી ખાવા ગઈ હતી. જે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બેફામ કારચલાવી મોપેડ પર બેઠેલી ઉર્વશીને હડફેટે લીધી હતી. જેનુ ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ કેસમાં ઉમરા પોલીસે પહેલા મોટરવ્હીકલ એક્ટની જામીન પાત્ર ગુનાની કલમ સાથે અતુલ વેકરીયાને ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરતા જામીન પર છૂટી ગયો હતો.
પાછળથી ઉમરા પોલીસે સાપરાધ મનુષ્ય વધ તથા ડ્રીંક એન્ડ ડ્રાઈવની સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેને કોર્ટે મંજૂરી આપતા અતુલ વેકરીયાના જામીન રદ થતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીનમાં કોર્ટે સુનાવણી 9 મેના રાખી હતી. આજે એકાએક અતુલ વેકરીયાએ ઉમરા પોલીસને શરણે હાજર થતા રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ડ્રીંક એન્ડ ડ્રાઈવ/ સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી કેસમાં અતુલ વેકરીયા પોલીસના શરણે, આ હતો ચકચારી કેસ
- રિઈન્ફેક્શન/ એક વાર કોરોના થયા પછી બીજી વાર નહી થાય એવું માનતા નહી, 4.5 ટકા લોકો થયા ફરી પોઝિટીવ
- મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ જૈક મા પાસેથી છીનવી લીધો, અદાણીને તો લોટરી લાગી
- નવા સ્ટ્રેનની એન્ટ્રી / હવે માત્ર 3 દિવસનો વેક્સિનનો સ્ટોક બચ્યો : નવા કેસમાં વિશ્વમાં હવે અમેરિકા અને બ્રાઝિલ આગળ
- સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં હાહાકાર : સીએમના હોમટાઉનમાં દર કલાકે એક દર્દી લે છે અંતિમ શ્વાસ, સરકારી આંકડાઓ અલગ
The post ડ્રીંક એન્ડ ડ્રાઈવ/ સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી કેસમાં અતુલ વેકરીયા પોલીસના શરણે, આ હતો ચકચારી કેસ appeared first on GSTV.