Advertisement

બેકલેસ ફોટો બતાવી ઉર્ફી જાવેદે લોકોને આપી આ ચેલેન્જ, કહ્યું- પુરી કરવા પર આપીશ ઇનામ

12:37 PM Sep 18, 2021 | Damini Patel |
Advertisement

GSTV

બિગ બોસ ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એક્ટ્રેસનો બોલ્ડ લુક ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બનતો રહે છે. ક્યારેક પ્લાસ્ટિક બેગ તો ક્યારેક મોજાથી બનેલી બિકીની પહેરેલ ઉર્ફી ચર્ચાના બનેલી રહે છે. જો કે હવે એક્ટ્રેસે પોતાની એવી તસ્વીર શેર કરી જેને લઇ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

ઉર્ફીનો બેકલેસ અવતાર

ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીએ પોતાનો બેકલેસ અવતાર બતાવ્યો છે. ઉર્ફીએ બ્લૂ જીન્સ અને બિકીની પહેરી છે બંને તસવીરોમાં તે તેની બેક ફ્લોન્ટ કરી રહી છે. બંને ફોટામાં, ઉર્ફી જાવેદ તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ઉર્ફીએ રાખ્યું આ ઇનામ

આ તસવીરો શેર કરતાં ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, ‘હવે હું મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ગૂગલ કરું છું .. પણ પછી મને યાદ આવ્યું કે મારી પાસે તમે છો. આ તસવીરને કેપ્શન આપો અને જે વ્યક્તિ સારું કેપ્શન આપશે તેને 3,000 રૂપિયાનો ઝારા ગિફ્ટ કાર્ડ મળશે. ઉર્ફી જાવેદની આ તસવીર પર ઘણા લોકોએ કેપ્શન આપ્યા છે.

લોકોએ આવા કેપ્શન આપ્યા

એક યુઝરે કેપ્શનમાં કહ્યું, ‘મારો તમારી સાથે લોહીનો સંબંધ છે. હું તમારી બહેન છું મારે આ સ્પર્ધા જીતવી જોઈએ. અન્ય એક યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ઉર્ફી જાવેદ જી, તમે સમગ્ર યુપી બિહારને હચમચાવી દીધું.’ એક યુઝરે ટિપ્પણી કરી, ‘અરે, થોડી શરમ રાખો, મેડમ.’ ઉર્ફી જાવેદના એક ફોલોવરે કેપ્શન આપ્યું- બેકલેસ હંમેશા ફ્લોલેસ હોય છે.

Advertisement

Read Also

The post બેકલેસ ફોટો બતાવી ઉર્ફી જાવેદે લોકોને આપી આ ચેલેન્જ, કહ્યું- પુરી કરવા પર આપીશ ઇનામ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next