Advertisement

Video: પેન્ટનું બટન અને ઝિપ ખોલીને એરપોર્ટ પહોંચી ગઇ આ એક્ટ્રેસ, જોનારા રહી ગયા હક્કા-બક્કા

01:04 PM Sep 20, 2021 | Bansari |
Advertisement

GSTV

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ જ ધૂમ મચાવી. તે પોતાની કમાલની ફેશન સેન્સના કારણે ઘરમાં છવાઇ ગઇ હતી. શૉ ખતમ થયા બાદ પણ ઉર્ફી ચર્ચામાં છે. અવારનવાર ઉર્ફી પોતાના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તાજેતરમાં જ એરપોર્ટ પર વિચિત્ર આઉટફિટમાં ઉર્ફી નજરે આવી હતી. ઉર્ફીના આ આઉટફિટથી તેનો સુપર મોડલ અવતાર જોવા મળ્યો છે.

ઉર્ફીને લોકોએ કરી ટ્રોલ

ઉર્ફી જાવેદે આ વીડિયોને જોયા બાદ એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું, ઉતાવળમાં ભૂલી ગઇ છે કદાચ. અન્ય એક યુઝરે લખ્યું, કેવી રીતે ટકેલી છે. આ ઉપરાંત એકે તે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ અટેંશન માટે આવુ કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ કેવી ફેશન સેન્સ છે.

પહેલા પણ કરી હતી આવી હરકત

જણાવી દઇએ કે તેની પહેલા પણ ઉર્ફી જાવેદે વિચિત્ર કપડા પહેરીને એરપોર્ટ પર એન્ટ્રી મારી હતી. તેણે એકદમ નાનુ ડેનિમ જેકેટ પહેર્યુ હતુ, જેની નીચે તેણે ફક્ત બ્રા પહેરી હતી. ઉર્ફીના જેકેટ નીચે તેની બેબી પિંક બ્રા સ્પષ્ટ નજરે આવી રહી હતી અને આ જ કારણે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી.

આ શૉમાં નજરે આવી ચુકી છે ઉર્ફી

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોઝની વાત કરીએ તો ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, જીજી મા અને ડાયન જેવા શૉઝમાં નજરે આવી ચુકી છે. આ ઉપરાંત ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીનો પણ હિસ્સો રહી ચુકી છે પરંતુ તે ઘરમાં લાંબો સમય ટકી શકી નહી.

Read Also

Advertisement

The post Video: પેન્ટનું બટન અને ઝિપ ખોલીને એરપોર્ટ પહોંચી ગઇ આ એક્ટ્રેસ, જોનારા રહી ગયા હક્કા-બક્કા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next