Advertisement

ધોધમાર વરસાદથી ઉપલેટા પંથક જળબંબાકાર, નદીઓમાં ઘોડાપુર આવતા પાંચ ગામો બન્યા સંપર્ક વિહોણાં

12:21 PM Oct 01, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડેમો છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ત્યારે આ ઘોડાપૂરના કારણે ઉપલેટા તાલુકાના પાંચ જેટલાં ગામો હાલ સંપર્ક વિહોણાં બન્યા છે. જેથી ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ઉપલેટામાં આવેલા ઘોડાપૂરના કારણે કયા-કયા ગામડાંઓ સંપર્ક વિહોણાં થઇ ગયા છે તે અહીં જોઈશું.

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં પડેલા ધોધમાર વરસાદને પગલે સિંચાઈ વિભાગના ડેમમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફલો થયા છે ત્યારે આ ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના મોજીરાથી ભાંખ જવા માટેનો એક માત્ર ક્રોઝવે સંપૂર્ણ નાશ પામ્યો છે. જેના કારણે ઉપલેટા તાલુકાના મોજીરા ગામથી આગળ જવા માટેના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થઇ ગયા છે અને લોકોને અહીંયાં ખૂબ જ તકલીફો વેઠવાનો પણ વારો આવ્યો છે.

વરસાદ બાદ આવેલા ઘોડાપૂરના કારણે મોજીરાથી ભાંખ, ત્રણેય કલારિયા, સાજડીયાળી સહિતના ગામો સંપર્ક વિહોણાં થયા છે. ત્યારે આ ગામના લોકોને હાલ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને આ રસ્તા પરથી લોકોને અને એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓને પોતાના જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પણ બાળક પ્રત્યે ખૂબ ચિંતિત માલુમ પડે છે.

ઉપલેટા પંથકમાં આવેલ મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા મોજ ડેમના દરવાજા ખોલતા અહીંયાં આવેલો ક્રોઝ-વે સંપૂર્ણ નાશ પામ્યો છે. જેના કારણે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ એકબીજાના સહારે ચાલ્યા જતા પણ માલૂમ પડે છે અને ક્યારેક પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે તો તેઓ શાળાએ પણ નથી જઈ શકતા. તો ક્યારેક શાળાએ જવા માટે પણ આ રસ્તો પસાર કરવા માટે ઘરના વડીલો અથવા સદસ્યોને સાથે રાખવા પડે છે જેથી તેઓ આ રસ્તે પસાર થઇ શકે.

Advertisement

ઉપલેટાના મોજીરાથી ભાખ સહિતના અન્ય ગામોને જોડતો આ કોઝવે નાશ થઇ ગયો છે ત્યારે આ રસ્તા પર કાયમી આવન-જાવન કરતા ખેડૂતો, મજૂર વર્ગો, વ્યવસાય સાથે અને નોકરીઓ સાથે સંકળાયેલ લોકો ભારે મુશ્કેલી વેઠી જીવના જોખમે અહીંથી પસાર થાય છે અને પોતાના કામકાજ અને વ્યવસાયના સ્થળે હેમખેમ પહોંચે છે.

જે રીતે અહીંયાનો કોઝ-વે ક્ષતિગ્રસ્ત થયો છે ત્યારે અહીંયા જ્યારે કોઈ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે ત્યારે મોટા શહેર કે મોટા દવાખાને સમયસર સારવાર લેવા માટે પહોંચવું પરિસ્થિતિને જોતા અશક્ય લાગે છે. અહીંયાથી પસાર થતા ગામના લોકો અને રાહદારીઓ હાલમાં પસાર થઈ શકતા નથી અને ખૂબ જ જરૂરી પડે તો પણ જીવન જોખમે પસાર થવું પડતું હોય તે અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે.

ઉપલેટાના મોજીરાથી અન્ય પાંચ કરતા પણ વધારે ગામના રસ્તા પરનો કોઝ-વે ક્ષતિગ્રસ્ત થતાં અહીંયાના લોકોએ એકઠાં થઈ તાત્કાલિક રસ્તો રિપેર કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું અહીંયાના વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને ગ્રામજનોની મુશ્કેલીઓ દૂર થશે અને ક્યારે આ ગામના લોકોની મુશ્કેલીઓ દૂર થશે. જેથી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી સૌ કોઈ ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે.

READ ALSO :

The post ધોધમાર વરસાદથી ઉપલેટા પંથક જળબંબાકાર, નદીઓમાં ઘોડાપુર આવતા પાંચ ગામો બન્યા સંપર્ક વિહોણાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next