Advertisement

વરસાદે વેરી તારાજી / ઉપલેટા પંથકમાં જ્યાં જુઓ ત્યાં તારાજી, જગતનો તાત મુકાયો સંકટમાં

10:06 PM Oct 01, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડેમો છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યા. પૂરની પરિસ્થિતીના કારણે ઉપલેટા તાલુકાના પાંચ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે ઉપલેટા તાલુકામાં મોટી નુકસાની સર્જાઇ છે.

ઉપલેટા તાલુકાના મોજીરાથી ભાંખ જવા માટેનો એક માત્ર કોઝવે સંપૂર્ણ નાશ પામ્યો છે. વરસાદ બાદ આવેલ ઘોડાપુરના કારણે મોજીરાથી ભાંખ, ત્રણેય કલારિયા, સાજડીયાળી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. જેથી આ ગામના લોકોને હાલ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જેથી આ રસ્તા પરથી જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બન્યા છે.

મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા મોજ ડેમના દરવાજા ખોલતા અહીં આવેલો કોઝવે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જેના કારણે, અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ એક બીજાના સહારે અહીંથી પસાર થાય છે. તો પોતાના વ્હાલસોયા સંતાનોના જીવની ચિંતા હોવાથી ઘરના વડીલોને પોતાના કામ પડતા મૂકીને તેમની સાથે જવા મજબૂર બનવું પડ્યું છે.

જે રીતે અહીંનો કોઝવે ક્ષતિગ્રસ્ત થયો છે. ત્યારે મેડિકલ ઇમરજન્સીમાં આ પરિસ્થિતીમાં સમયસર સારવાર મળવી અશકય બની જાય તેવી સ્થિતી છે. ત્યારે કહેવાતા વિકાસની પરિસ્થિતીમાં દર વર્ષે આ પંથકની આ પ્રકારની હાલત થાય છે. ત્યારે અહીં કેવો વિકાસ થયો છે તે દ્રશ્યો પરથી જ કહી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post વરસાદે વેરી તારાજી / ઉપલેટા પંથકમાં જ્યાં જુઓ ત્યાં તારાજી, જગતનો તાત મુકાયો સંકટમાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next