Advertisement

UP / બુલંદશહેરમાં ડોક્ટરોએ નામના કન્ફ્યુઝનમાં કરી દીધું તાવના દર્દીનું ઓપરેશન, આખરે થયું મોત

08:05 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક દર્દીની સારવારમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. નામની મૂંઝવણમાં ડોક્ટરોએ તાવના દર્દીનું ઓપરેશન કરી કાઢ્યું. ત્યારબાદ દર્દીની હાલત બગાડવા લાગી. તાવને કારણે સ્થિતિ બગાડયા બાદ આખરે તે વ્યક્તિનું મોત થઇ ગયું. તાવના દર્દીનું ઓપરેશનને કારણે મોત થયા બાદ જયારે હંગામો મચી ગયો તો આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ.

આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પણ પહોંચી અને આનન-ફાનનમાં હોસ્પિટલને સીઝ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને હોસ્પિટલને સીઝ કરી દેવામાં આવી. મૃતકના પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દીધો હતો. આ દરમ્યાન હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ ગેરહાજર રહ્યો હતો.

જાણકારી મુજબ, નરસેના પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કિરયારીના નિવાસી 44 વર્ષીય યુસુફને તાવની ફરિયાદ પર બુલંદશહેર જિલ્લા મુખ્યમથક ખાતે આવેલ સુધીર નર્સિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુસુફની હાલત સ્થિર હતી પરંતુ 20 તારીખની રાત્રીએ ડોક્ટરોએ યુસુફનું ઓપરેશન કરી નાખ્યું. શરૂઆતમાં જણાવવામાં આવ્યું કે ગોલબ્લેડરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં પરિવારના લોકો આરોપો લગાવવા લાગ્યા કે શરીરનું કોઈ અંગ કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, આમ થવા પાછળ બે દર્દીઓના એક સરખા નામ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

નર્સિંગ હોમ પર 21 ઓક્ટોબરના રોજ સમગ્ર નર્સિંગ હોમમાં હંગામો થયો. હોસ્પિટલ માંથી ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ નર્સિંગ હોમ માંથી ગાયબ થઇ ગયા. મોડી સાંજે પરિવારે પોલીસ અને આરોગ્ય વિભાગને ફરિયાદ કરી તો તંત્ર એક્શનમાં આવી ગયું. પોલીસ પણ ઘટનાની જાણ થતા સ્થળ પણ પહોંચી ગઈ. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પ્રાથમિક તપાસ બાદ કાર્યવાહી કરી રહ્યા હતા. બાદમાં, તુરંત ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલને સીઝ કરી દેવામાં આવી અને દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. પોલીસે યુસુફના પુત્ર અકિલાની ફરિયાદ પર માનવ મૃત્યુના આધારે કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post UP / બુલંદશહેરમાં ડોક્ટરોએ નામના કન્ફ્યુઝનમાં કરી દીધું તાવના દર્દીનું ઓપરેશન, આખરે થયું મોત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next