Advertisement

આનંદીબેન પટેલ ગુજરાતના પ્રવાસે : મુખ્યમંત્રી સહિતના કેટલાક મંત્રીઓ આશિર્વાદ લેવા જશે, બેનના સમર્થકોમાં નવી આશા જાગી

08:03 AM Sep 19, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ – ગાંધાનગરની મુલાકાતે આવ્યા છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈને અમદાવાદ આવ્યા છો. જો કે રાજયના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેનના આશિર્વાદ લેવા જઈ શકે છે. કેબિનેટના સભ્યો પણ બેનને મળીને આશીર્વાદ લેશે તેમ મનાય છે. 

આનંદીબેન પટેલના ચુસ્ત સમર્થક એવા ભૂપેન્દ્ર પટેલની નવા સીએમ તરીકે વરણી થતાં બેનના સમર્થકો પણ નવીઆશાનો સંચાર થયો છે. ગુજરાતમાં નો રિપીટ થીયરીના ભાગરૂપે આખી રૂપાણી સરકારને ભાજપના હાઈકમાન્ડે ઘર ભેગી કરી દીધી છે. હાઇકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમની પસંદગી કરાઈ તેમાં બેનની ભૂમિકા મહત્વની મનાયછે. 

કમલમ કાર્યાલયમા પણ પહેલી પત્રકાર પરિષદમાં ભૂપેન્દ્ર પટેલે કહયું હતું કે મને આંનંદીબેન પટેલના આશિર્વાદ મળ્યા છે. બીજી તરફ પાર્ટીએ નાયબ મુખ્યમંત્રીની આખી પોસ્ટ કાઢી નાંખીને સરકારમાં બીજુ પાવર સેન્ટર ઊભુ જ થવા દીધુ નથી. હવે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા આનંદીબેન પટેલનો હાથ ઉપર રહયો છે તેથી મુખ્યમંત્રી સહિત કેબિનેટના સભ્યો તેમને મળે તેવી સંભાવના છે.

READ ALSO

Advertisement

The post આનંદીબેન પટેલ ગુજરાતના પ્રવાસે : મુખ્યમંત્રી સહિતના કેટલાક મંત્રીઓ આશિર્વાદ લેવા જશે, બેનના સમર્થકોમાં નવી આશા જાગી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next