Advertisement

અદ્ભૂત શિવાલય: સુરતમાં 51 કિલો સોના-ચાંદી સહિત 501 કિલો ધાતુમાંથી બનાવેલા શિવલીંગની કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા

06:30 PM Sep 04, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

શું તમે ક્યારેય સોના ચાંદીનું શિવલિંગ જોયુ છે ખરુ ? લગભગ નહીં. આજે અમે અહીં આપને આવુ જ કંઈક જણાવા જઈ રહ્યા છીએ. ગુજરાતનું ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સૂરત શહેરના વેસૂ વિસ્તારમાં એક શિવ મંદિર અદ્ભૂત શિવલીંગ સાથે ખુલ્યુ છે. અહીં ભગવાન મહાવીર કોલેજની પાછળ પુણ્યભૂમિ કોમ્પ્લેક્સ સોસાયટીમાં ચંદ્રશેખર મહાદેવ મંજિર, કેટલાય વર્ષોમાં બનીને તૈયાર થયુ છે. આ મંદિરમાં 51 કિલો સોના ચાંદીના સહિત 501 એક કિલોગ્રામ ધાતુનું શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં અદ્ભૂત શિવલિંગ સોના-ચાંદી, તાંબા, પીતળ, કાંસા તથા લોખંડથી મિક્સ ધાતુમાંથી બનાવેલુ પ્રથમ શિવલિંગ છે. જે ચમકતુ દેખાશે. મંદિર સાથે જોડાયેલા એક અધિકારી સંતોષ ગાડિયાએ જણાવ્યુ હતું કે, વિશાળ શિવલિંગનું નિર્માણ સૂરતના પાંડેસરા વિસ્તારની મેટલ ફેક્ટરીમાં કરવામાં આવ્યુ છે. આ શિવલિંગમાં 51 કિલો સોના ચાંદી તથા 450 કિલોગ્રામ તાંબા, પીતળ, કાંસા અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, તેમને સોનાની વિગતો આપી નથી.

The post અદ્ભૂત શિવાલય: સુરતમાં 51 કિલો સોના-ચાંદી સહિત 501 કિલો ધાતુમાંથી બનાવેલા શિવલીંગની કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next