Advertisement

ચૂંટણીટાણે આવેલો બેરોજગારી પરનો આ રિપોર્ટ મોદી સરકારને ઊંઘવા નહીં દે, જોઈ લો સૌથી વધારે સ્નાતક થયેલા યુવાનો છે કંગાળ

02:55 PM Aug 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

દેશમાં બેરોજગારોની સંખ્યાને લઈને Ministry of Statistics and Program Implementationના periodic labor force survey (PLFS)ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ બેરોજગારોમાં સૌથી વધારે સ્નાતક યુવાનો છે. જે 17.2 ટકા છે. આ સર્વે જૂલાઈ 2019થી લઈને જૂન 2020ની વચ્ચે કરાયો હતો. આંકડામાં સતમામ રાજ્યોનો કુલ બેરોજગારી દર 4.8 ટકા છે.

રાજ્યવાર આંકડાની વાત કરીએ તો, બિહાર, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ડિપ્લોમાં અથવા સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓની હાલત દેશના અન્ય રાજ્યો કરતા સૌથી ભયંકર છે. બિહારમાં 85 ટકા ડિપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ કરનારા બેરોજગાર ફરી રહ્યા છે.

કોણ કેટલુ બેરોજગાર

  • ગ્રેજ્યુએટ- 17.2 ટકા
  • ડિપ્લોમાં અથવા સર્ટિફિકેટ- 14.2 ટકા
  • પોસ્ટ ગ્રેજ્યુએટ- 12.9 ટકા
  • ઉચ્ચ માધ્યમિક- 10.1 ટકા
  • માધ્યમિક- 7.9 ટકા

જાણકારી મુજબ આ રિપોર્ટમાં હાલના આંકાડામાં કોરોનાની પહેલી લહેર પણ જવાબદાર છે. આ દરમિયના મોટા પાયે લોકડાઉન થયું અને લોકો બેરોજગાર થયાં. બેરોજગારીનો આ આંકડામાં મોટા પાયે ભણેલા ગણેલા લોકો શામેલ છે. કોરોનાના કારણે સ્થિતી ઝડપથી ખરાબ થઈ. ત્યારે તેનાથી સ્પષ્ટ થાય છે કે, આવનારા દિવસોમાં સેવા ક્ષેત્ર અને અન્ય તમામ ક્ષેત્રોમાં કામ કરી રહેલા ભણેલા ગણેલા લોકોને તેની અસર થવાની છે.

READ ALSO

Advertisement

The post ચૂંટણીટાણે આવેલો બેરોજગારી પરનો આ રિપોર્ટ મોદી સરકારને ઊંઘવા નહીં દે, જોઈ લો સૌથી વધારે સ્નાતક થયેલા યુવાનો છે કંગાળ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next