Advertisement

ખુલાસો/ ધર્માન્તરણ અને સરકાર વિરોધી પ્રવૃત્તિ માટે ફંડિંગ, UKથી AFMI ટ્રસ્ટને મળ્યા 60 કરોડ રૂપિયા

08:33 AM Sep 05, 2021 | Damini Patel |
Advertisement

GSTV

ધર્માન્તરણ અને સરકાર વિરોધી પ્રવૃત્તિ માટે ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટને રૃ.૬૦ કરોડ હવાલાથી મળ્યા હોવાની વિગતોની તપાસ દરમિયાન યુકેના વેપારી અબ્દુલ્લાનું નામ ખૂલ્યું છે. પાણીગેટ વિસ્તારમાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા સલાઉદ્દીન શેખ સામે વિદેશથી હવાલા મારફતે રૃ.૬૦ કરોડ જેટલું ડોનેશન મેળવી તેનો દૂરુપયોગ કરવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.

આફમી ટ્રસ્ટ દ્વારા યુપીના ધર્માન્તરણ કેસના માસ્ટર માઇન્ડ ઉમર ગૌતમને ફંડિંગ કરવામાં આવ્યું હોવાથી સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો જેલમાંથી કબજો લેવા માટે વડોદરા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કાર્યવાહી કરી રહી છે.

દરમિયાનમાં આફમી ટ્રસ્ટને જુદા જુદા દેશોમાંથી પાંચ વર્ષ દરમિયાન મળેલા રૃ.૬૦ કરોડના ફંડિંગની વિગતોની પોલીસ તપાસ દરમિયાન યુકેના મજલિસ-એ-અલફલા ટ્રસ્ટનું નામ ખૂલ્યંુ છે.આ ટ્રસ્ટમાં નબીપુર ખાતેનો વતની અને યુકેમાં સ્થાયી થયેલો અબ્દુલ્લા ફેફડાવાળા સક્રિય હોવાની અને તેણે આફમી ટ્રસ્ટ માટે ફંડ ભેગું કરી દુબઇના મુસ્તુફાને મોકલ્યું હોવાની વિગતો બહાર આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,દુબઇનો મુસ્તાક મુંબઇ ખાતે હવાલાથી રૃપિયા ટ્રાન્સફર કરતો હતો.જેથી યુકે અને દુબઇથી હવાલાથી કોણે કેટલી રકમ મોકલી છે અને આ રકમનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Read Also

The post ખુલાસો/ ધર્માન્તરણ અને સરકાર વિરોધી પ્રવૃત્તિ માટે ફંડિંગ, UKથી AFMI ટ્રસ્ટને મળ્યા 60 કરોડ રૂપિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next