Advertisement

Helicopter Crash: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ઘાયલ બન્ને પાયલોટના મોત

03:30 PM Sep 21, 2021 | pratik shah |
Advertisement

GSTV

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir) ના ઉમધપુર જિલ્લાના શિવગઢ ધારથી સેનાના એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના અહેવાલ સામે આવ્યા હતા. સૂચના મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમને રવાના કરી દીધી હતી. ક્રેશની આ ઘટનામાં બે પાયલટ ઘાયલ થઈ ગયા હતા. બન્ને પાયલોટને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ દુખદ સમાચાર એ છે કે સારવાર દરમ્યાન બન્ને પાયલોટના મોત નિપજ્યા છે.

પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ભારે ધુમ્મસ હતો, તેથી તે અત્યારે કહી શકાય નહીં કે તે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું કે ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઉધમપુરના પટનીટોપ વિસ્તાર પાસે હેલિકોપ્ટર પડવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી. અમે આ વિસ્તારમાં ટીમ મોકલી છે.

READ ALSO

The post Helicopter Crash: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ઘાયલ બન્ને પાયલોટના મોત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next