Advertisement

ભારે કરી આમને તો: ધોમ ધખતી ગરમીથી કંટાળેલા આ દેશે વાદળોને ઈલેક્ટ્રોનિક શોક આપીને કરાવ્યો વરસાદ

09:07 AM Jul 22, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

સંયુક્ત આરબ અમીરાતમાં હાલના દિવસોમાં ભયંકર ગરમી પડી રહી છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, પારો 120 ડિગ્રી ફેરનહીટ એટલે કે લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. એટલી પ્રચંડ ગરમીથી તપી રહેલા દુબઈના લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા. પણ વરસાદની સંભાવના દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નહોતી. આવા સમયે પ્રશાસને ખુદ આગળ આવીને કૃત્રિમ વરસાદ કરાવાનો નિર્ણય કર્યો.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સંયુક્ત આરબ અમીરાતના હવામાન વિભાગે રવિવારે દુબઈ સહિત અન્ય દેશના કેટલાય ભાગોમાં વરસાદ હોવાનો વીડિયો જાહેર કરીને બતાવ્યુ કે, આ વરસાદ કરવા માટે ક્લાઉડ સીડિંગ ઓપરેશનનો એક ભાગ હતો. આ મિશનમાં સરેરાશ ચાર-પાંચ ઈંચ વરસાદ કરાવી શકાય છે.

આ ટેકનિકનો કર્યો ઉપયોગ

આ વરસાદ ડ્રોન ટેકનિક દ્વારા કરવામાં આવ્યો હતો. આ ટેકનિક શોક દ્વારા વાદળોમાં છોડવામાં આવે છે, જ્યાં એક સાથે ટકરાઈ શકે અને વરસાદ કરી શકે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ત્યાર બાદ એટલો વરસાદ પડ્યો કે, એલ એન શહેરમાં ઝરણા વહેવા લાગ્યા અને ડ્રાઈવીંગની સ્થિતી પણ ખતરનાક થઈ ગઈ.

Advertisement

2017માં સંયુક્ત આરબ અમીરાત પ્રશાસને દેશમાં ઓછા થતાં જળસ્તરને રોકવાનો પ્રયાસોમાં વર્ષા નિર્માણ પરિયોજનામાં 1.5 કરોડનુ રોકાણ કર્યું હતું.

ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધનકારો દ્વારા વાદળોનો ઇલેક્ટ્રિક શોક પહોંચાડવા માટે વર્તમાન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રોજેકટ પર કામ કરતા પ્રોફેસર માર્ટન અનબૌમે માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે યુએઈમાં વરસાદની સાનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે પૂરતા વાદળો છે.

આ પ્રોજેક્ટ પાણીના ટીપાંને એકસાથે મિશ્રિત કરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તેમને વિદ્યુત પલ્સ મળે છે ત્યારે તે ચોંટી જાય છે, એવી જ રીતે જેમ સુકા વાળમાં કાંસકો ચિપકી જાય છે.

પ્રોફેસરે કહ્યું કે જ્યારે આ ટીપાં ભળી જાય છે અને મોટા થાય છે, ત્યારે વરસાદની જેમ વરસે છે.

READ ALSO

The post ભારે કરી આમને તો: ધોમ ધખતી ગરમીથી કંટાળેલા આ દેશે વાદળોને ઈલેક્ટ્રોનિક શોક આપીને કરાવ્યો વરસાદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next