Advertisement

ટ્રક વીજપોલ સાથે અથડાતા આગ ભભૂકી ઉઠી

07:26 PM May 13, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગરના ભીડભંજન ચોક વિસ્તારમાં ગત રાતે દારૂના નશામાં ધુત એક ટ્રકચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક ટ્રાન્સફોર્મર સાથેના વીજપોલ સાથે અથડાયો હતો. તેમજ નજીકની એક કેબીન અને રીક્ષાને પણ ઝપટે લીધી હતી. વીજપોલ સાથે ટ્રક અથડાયા બાદ થોડીવારમાં આગ ભભૂકી ઉઠી હતી.

પરંતુ સમયસર પહોચેલા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસે દારૂડિયા ડ્રાઈવરની અટકાયત કરી હતી. મોડી રાતે લોકોની અવરજવર ન હોવાના કારણે કોઈને ઈજા થઈ નહોતી.

The post ટ્રક વીજપોલ સાથે અથડાતા આગ ભભૂકી ઉઠી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next