Advertisement

પતિ છેડતી કરે ને મા-દિકરો ધમકીઓ આપે/ હું ઈન્દ્રની અપ્સરા છું, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં, પીડિત વિદ્યાર્થિનીઓેને મોદીની ધમકી બતાવી

03:17 PM Oct 06, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

રાજકોટના કોટડા સાંગાણીના નવી મેગણી ગામે જ્ઞાનદીપ સ્કૂલમાં બે માસૂમ છાત્રાઓ સાથે અડપલા કર્યા હોવાન ઘટના સામે આવી હતી. છેલ્લા એક માસથી છાત્રાઓ સાથે દૂર્વ્યવહારની જાણ થતા પરીવારજનઓ હોબાળો મચાવ્યો હતો. જ્ઞાનદીપ સ્કૂલના સંચાલક દિનેશ જોશી સામે અડપલા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોષીના પતિ દિનેશ જોશી સામે ગુનો નોંધાયો છે. લોધીકા પોલીસમાં પોકસો અને એટ્રોસીટીએકટ મુજબ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે. સમગ્ર ઘટનાથી ભાજપના બેડામાં દોડધામ વધી ગઈ છે. ગાંધી જયંતિના દિવસે શિક્ષણ ધામમાં અડપલાંના બનાવને લઈને ભારે ચર્ચા જાગી હતી. એસ.સી. અને એસ.ટી સેલના DYSPએ પોસ્કો હેઠળ તપાસ હાથ ધરી છે.

કોટડા સાંગાણી તાલુકાનાં અને લોધિકા પોલીસ મથક હેઠળ આવતા નવી મેંગણી ગામે સ્થિત શાળામાં શાળા સંચાલક અને જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અગ્રણીનાં પતિ એ શાળામાં જ અભ્યાસ કરતી બે છાત્રાઓની છેડતી કર્યાનાં આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર જાગી છે. 

જો કે, આ બધુ હોવા છતાં હવે વગદાર સંચાલક સતત ચોથા દિવસે પણ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો છે. અધૂરામાં પુરૂ તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપ મહિલા અગ્રણી છે. ત્યારે હવે તે પતિને બચાવવા માટે પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેફાન ધમકી આપતી હોય તેવા ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સીમા જોશી વિદ્યાર્થિનીને કહે છે કે, હું તો ઈન્દ્રની અપ્સરા છું, મારો પતિ મને મુકીને તારી સામે જુએ કે થૂંકે પણ નહીં. સાથે જ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ ભાંડી હતી.

આ બાજૂ સીમા જોશીનો પુત્ર પણ વિદ્યાર્થિનીઓને ધમકી આપવા લાગ્યો છે. તે કહે છે કે, જો તુ ખોટી હોઈશ તો, તને પોલીસ ભેગી કરી દઈશ અને નહીં હોય તો ઘરભેગી કરી દઈશું. આટલુ કર્યા બાદ મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપે છે. જેમાં કહે છે કે, તે ક્યારે જોયુ સરને આમ કરતા અને વિદ્યાર્થિનીઓ સામે બોલી કે અગાઉ પણ એક શિક્ષિકા સાથે સરે આવું કર્યુ હતું ? 25 વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં એવું શું છે કે એ તારી સામે જુએ ? તારૂ બે વિદ્યાર્થિની અને પૃથ્વી સરનું બધુ બહાર આવશે. પોલીસને સાથે લઈને આવી કેસ કરૂ છું.

પુત્ર પણ ધમકી આપતા શિખી ગયો

Advertisement

સીમા જોશીનો પુત્ર શિક્ષિકાને કહે છે કે, તમે કોઈ છોકરા સાથે રખડો છો, તેવું તમારા પપ્પાને કહું તો તે માનશે ? કોઈન ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટુ બોલનારા જેલમાં જાય, મને 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા એટલે હેરાન થઈ જશો. જેના જવાબમાં મહિલા ટીચર જણાવે છે કે, મેં વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ પણ શિક્ષિકાએ મને સર વિશે કહ્યુ એટલે જ હું જાણુ છું.

ધમકી આપીને ફસાઈ ગઈ સીમા જોશી

જો કે, આ સમગ્ર બાબતનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપ મહિલા અગ્રણી સીમા જોશીએ જણાવ્યુ હતું કે, મેં કોઈ વિદ્યાર્થિની કે શિક્ષિકાને ધમકી આપી નથી. શિક્ષિકા પ્રિયંકા તો ભાણી છે, તેને હું શું કામ ધમકી આપું. આ અમને બદનામ કરવાનું કાવતરૂ છે.

READ ALSO

The post પતિ છેડતી કરે ને મા-દિકરો ધમકીઓ આપે/ હું ઈન્દ્રની અપ્સરા છું, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં, પીડિત વિદ્યાર્થિનીઓેને મોદીની ધમકી બતાવી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next