Advertisement

દરવાજા ખુલ્યાં / ભારતીયો ક્યા દેશમાં જઈ શકશે, ક્યા દેશમાં ક્વોરન્ટાઈન થવું પડશે…? જાણો પરદેશ પ્રવાસની તમામ વિગતો

08:20 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

જગતભરમાં કોરોના રસીકરણ થઈ રહ્યું છે, તેની સામે પ્રવાસના નિયમો પણ હળવાં થઈ રહ્યાં છે. હવે અમેરિકાએ જાહેરાત કરી છે કે ભારતીય પ્રવાસીઓ નવેમ્બરથી ત્યાં પ્રવેશ કરી શકશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અત્યાર સુધીમાં જગતની સાત જ રસીને માન્ય ગણાવી છે. તેમાં ભારતની કોવિશિલ્ડનો સમાવેશ થાય છે, સ્વદેશી રસી કોવેક્સિનનો સમાવેશ નથી થતો. અન્ય છ રસીઓ Moderna, Pfizer-BioNTech, Johnson & Johnson, Oxford-AstraZeneca, China’s Sinopharm and Sinovacનો સમાવેશ થાય છે.

ભારતને અત્યારે કોવિશિલ્ડ એક જ લાગુ પડે છે. ક્યા દેશમાં ભારતીયોને કઈ શરતોએ પ્રવેશ મળી શકે છે એ વિગતો અહીં આપી છે.

અમેરિકા : નવેમ્બરથી ભારત સહિત 33 દેશોના નાગરિકો અમેરિકામાં પ્રવેશ કરી શકશે. અલબત્ત પ્રવાસીઓએ કોવિશિલ્ડના બન્ને ડોઝ લીધા હોવા જોઈએ. કોવિશિલ્ડ સિવાયની કોઈ ભારતીય રસી માન્ય નથી.

કેનેડા : કેનેડા જનારા પ્રવાસીઓ માટે રસી મહત્વની નથી, ટેસ્ટ મહત્વનો છે. ફ્લાઈટના 18 કલાક પહેલા RT-PCR અથવા રેપિડ PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ. એર કેનેડાએ ભારતીય પ્રવાસીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ ફરી શરૃ કરી દીધી છે.

Advertisement

થાઈલેન્ડ : થાઈલેન્ડે જાહેરાત કરી છે કે તેઓ ભારતના નાગરિકોને પ્રવેશ આપશે, પરંતુ ટુરિસ્ટને નહીં. થાઈલેન્ડની નાગરિકતા ધરાવતા, ત્યાં ભણતા વિદ્યાર્થીઓ કે બિઝનેસ માટે જતા આવતા પ્રવાસીઓને વિઝા મળશે. હાલના તબક્કે ટુરિસ્ટ કે મેડિકલ વિઝા મળશે નહીં. માટે થાઈલેન્ડ ફરવાં જવાનું વિચારતા હોય એમને હજુ રાહ જોવી પડશે.

બ્રિટન : યુ.કે. – બ્રિટને લાગુ કરેલો નિયમ સૌથી વિવાદાસ્પદ બન્યો છે. કેમ કે ભારતમાં જેમણે કોવિશિલ્ડ રસી લીધી હશે તેને બ્રિટિશ સરકાર રસીકરણ થયેલા વ્યક્તિ ગણશે નહીં. એટલે બ્રિટન જનારા ભારતીય પ્રવાસીઓએ ફરજિયાત 10 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે. બ્રિટનનો આ નિર્ણય ભેદભાવ પૂર્ણ છે માટે ભારત સરકાર તેની સામે કાર્યવાહી કરશે.

જર્મની : ભારતમાંથી કોવિશિલ્ડ રસી લીધી હશે એવા પ્રવાસીઓએ જર્મનીમાં ક્વોરન્ટાઈન થવાની જરૃર નથી. કોવેક્સિન લીધી હશે તો પણ ક્વોરન્ટાઈન નહીં થવુ પડે. પણ કોવેક્સિન લેનારાઓએ કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. કોવિશિલ્ડ લેનારાઓ માત્ર રસીકરણનું સર્ટિફિકેટ આપવું પડશે.

દુબઈ : દુબઈમાં એક્સપો શરૃ થવા જઈ રહ્યો છે, એટલે ભારત સહિતના દેશો માટે ટુરિસ્ટ વિઝા પણ દુબઈએ આપવાની શરૃઆત કરી દીધી છે. પરંતુ એ માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત છે.

તુર્કી : તુર્કી જનારા પ્રવાસીઓ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન નિયમ હટાવી દેવાયો છે. રસીના બન્ને ડોઝ લીધા હોય તો પ્રવેશ મળશે.

સ્પેન, માલદિવ્સ વગેરે દેશોએ પણ રસીકરણ પામેલા ભારતીય પ્રવાસીઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે.

Read Also

The post દરવાજા ખુલ્યાં / ભારતીયો ક્યા દેશમાં જઈ શકશે, ક્યા દેશમાં ક્વોરન્ટાઈન થવું પડશે…? જાણો પરદેશ પ્રવાસની તમામ વિગતો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next