Advertisement

રેડ એલર્ટ/ ઉત્તરાખંડ, ઓડિશામાં અતી ભારે વરસાદ, ત્રણ મજૂરોનાં મોત; ચારધામ યાત્રા અટકાવાઈ

07:17 AM Oct 19, 2021 | Damini Patel |
Advertisement

GSTV

કેરળમાં વરસાદે અનેક લોકોનો ભોગ લીધો છે ત્યારે હવે ઉત્તરાખંડમાં પણ તેવી જ સ્થિતિ છે. ઉત્તરાખંડમાં સોમવારે બીજા દિવસે ભારેથી અતી ભારે વરસાદ પડયો હતો. જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલામાં ત્રણ નેબાળી મજૂરોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચારધામ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને દર્શન માટે પહોંચેલા યાત્રાળુઓને વચ્ચેથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે.

અહીં પૌરી જિલ્લામાં એક હોટેલના બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો પર કાટમાળ પડયો હતો, તેઓ જે તંબુમાં રહેતા હતા ત્યાં જ આ કાટમાળ પડતા તેઓ જીવતા દટાઇ ગયા હતા જેને પગલે તેમનું મોત નિપજ્યું હતું.

યાત્રાળુઓને આગળ ન વધવાની ચેતવણી

અહીંના હરીદ્વાર અને રિશિકેશમાં ચારધામ યાત્રા માટે પહોંચેલા યાત્રાળુઓને આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવી હતી. અહીંના ચારભાગા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને મુસાફરોને પાછા વાળવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રુમની મુલાકાત લીધી હતી.

ઉત્તરાખંડની જેમ જ ઓડિશામાં પણ ભારેથી અતી ભારે વરસાદ પડયો હતો. જેને પગલે માછીમારોને સમુદ્રમાં માછીમારી ન કરવા જવાની સલાહ આપી હતી. સમુદ્રી કાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. અહીં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંની બે નદીઓ બુધાબાલંગા અને સુબરનારેખા નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી હતી.

Advertisement

મધ્ય પ્રદેશમાં પણ અનેક ભાગોમાં વરસાદ પડયો હતો, ખરાબ હવામાનને પગલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભાની ખાંડવા બેઠક પર કેમ્પેઇનને હાલ પુરતા મુલતવી રાખ્યું હતું. જ્યારે કેરળમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પુર આવ્યા હતા અને બે ડઝનથી વધુ લોકો માર્યા ગયા હતા ત્યારે બીજા દિવસે સોમવારે સિૃથતિને કાબુમાં લેવામાં આવી હતી.

Read Also

The post રેડ એલર્ટ/ ઉત્તરાખંડ, ઓડિશામાં અતી ભારે વરસાદ, ત્રણ મજૂરોનાં મોત; ચારધામ યાત્રા અટકાવાઈ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next