Advertisement

અરે વાહ! ફક્ત 10 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે આ Electric Car, 1000 કિલોમીટર સુધી મળશે રેન્જ

11:45 AM Jul 30, 2021 | Bansari |
Advertisement

GSTV

Electric Car Battery Charging: આવનારો જમાનો ઇલેક્ટ્રિક કારોનો છે, પરંતુ ભારતમાં તેને લઇને હજું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ટરના લેવલ પર ઘણું કામ કરવાનું બાકી છે. ઇલેક્ટ્રિક કરોમાં ચાર્જિંગ એક મોટી ચિંતા હોય છે, ચાર્જિંગમાં 6થી 8 કલાક અથવા આખી રાતનો પણ સમય લાગી શકે છે. પરંતુ ચીનની કાર કંપનીએ બેટરી ચાર્જિંગવે લઇને એક નવી ટેક્નીક શોધી કાઢી છે, જેથી ઇલેક્ટ્રિક કાર ફક્ત 10 મિનિટમાં જ ફુલ ચાર્જ થઇ જશે.  

GACની નવી બેટરી ચાર્જિંગ ટેક્નીક

ચીનની કંપની Guangzhou Automobile Corporation (GAC) એ તાજેતરમાં જ પોતાની નવી ઇલેક્ટ્રિક કાર Aion Vને વર્લ્ડ વાઇડ લોન્ચ કરી. આ કાર માટે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ગ્રેફીન બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કારને ફક્ત 8 મિનિટમાં જ 80 ટકા સુધી ચાર્જ કરી દે છે. એટલે કે તેમાં આશરે એટલો જ સમય લાગે છે જેટલો કે કારમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર લાગે છે.

3C ફાસ્ટ ચાર્જરથી 60 મિનિટમાં 80 ટકા ચાર્જ

GAC નું કહેવું છે કે તેની પાસે 3C અને 6C વર્ઝન છે, જે બેટરીને જલ્દી ચાક્જ કરે છે. કંપનીનો દાવો છે કે 3C ફાસ્ટ ચાર્જરથી કાર ફક્ત 16 મિનિટમાં જ 0થી 80 ટકા ચાર્જ થઇ જાય છે. જ્યારે 30થી 80 ટકા સુધી ચાર્જ થવામાં તેને ફક્ત 10 મિનિટનો સમય લાગે છે.

6C થી 10 મિનિટમાં થશે ફુલ ચાર્જ

જ્યારે 6C ચાર્જરથી ફક્ત 8 મિનિટમાં જ 0થી 80 ટકા સુધી ચાર્જ થાય છે. 30થી 80 ટકા ચાર્જ થવામાં ફક્ત 5 મિનિટનો સમય લાગે છે જ્યારે ફુલ ચાર્જ થવામાં ફક્ત 10 મિનિટનો ટાઇમ લાગે છે.

બેટરીને કોઇ નુકસાન નહીં થાય

Advertisement

કંપનીએ તે દાવાને પણ નકાર્યો છે કે બેટરી ફાસ્ટ ચાર્જ થવાના કારણે બેટરી જલ્દી ખરાબ થઇ જાય છે. કંપનીનું કહેવું છે કે કાર 1 લાખ કિલોમીટર સુધી ચાલ્યા બાદ પણ બેટરીને કોઇ નુકસાન નહીં થાય.

ફુલ ચાર્જમાં 1000 કિલોમીટર દોડશે કાર

 કંપનીનો દાવો છે કે તેની ગ્રેફીન બેટરી ટેક્નોલોજીના કારણે જ તેની નવી Aion V SUV ની રેન્જ 1000 કિલોમીટર સુધીની છે. જે અત્યાર સુધી આવી રહી છે. તમામ ઇલેક્ટ્રિક કાર કરતાં આ ઘણી વધુ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Aion V SUVને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Read Also

The post અરે વાહ! ફક્ત 10 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે આ Electric Car, 1000 કિલોમીટર સુધી મળશે રેન્જ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next