Advertisement

ખુશખબર / 5-11 વર્ષના બાળકો માટે આ કોરોના વેક્સીન છે સંપૂર્ણપણે સુરક્ષિત , જલ્દી મળી શકે છે મંજૂરી

09:13 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

હાલ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી તમામ રસીઓ માર્કેટમાં આવી ચુકી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં રસીકરણનો કાર્યક્રમ પૂરજોશથી ચાલી રહ્યું છે. જો કે હાલ એક મોટી સમસ્યા બાળકોના સ્વાસ્થ્ય વિશે છે કારણકે, હજુ સુધી પણ બાળકો માટે કોઈ સુરક્ષિત કોરોના વેક્સીન નથી મળી પરંતુ, હવે આવનાર સમયમા આ ચિંતા પણ દૂર થઇ જશે તેવું લાગી રહ્યું છે. Pfizer Inc અને BioNTech SE એ આજે એક વિશેષ જાહેરાત કરી કે તેમની કોવિડ -19 રસીએ 5 થી 11 વર્ષના બાળકો માટે એકદમ સુરક્ષિત છે.

હાલ કંપની ટૂંક સમયમાં અમેરિકા અને યુરોપ સહિત અન્ય સ્થળોએ પણ તેના ઉપયોગની મંજૂરી મેળવવા માટે અરજી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું એવું છે કે, આ રસીના બીજા-ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમા 5-11 વર્ષના બાળકોમાં ઇમ્યુન રિસ્પોન્સ સારો એવો જોવા મળ્યો. નાના બાળકોને માસ્ક અને સામાજિક અંતર વિશે સમજાવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે ત્યારે આવી સ્થિતિમા આ વેક્સિનની સૌથી વધુ જરૂરિયાત છે.

ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે નિર્ણય :

ટ્રાયલ સમયે વેક્સિનની અસર સામાન્ય અને સુરક્ષિત જોવા મળી હતી. યુએસ આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, આ રસીની અસરકારકતા અને સલામતી અંગે ત્રણ સપ્તાહમાં નિર્ણય લઈ શકાય. અગાઉ 12-15 વર્ષની વયના 2,260 સ્વયંસેવકો પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણોના ડેટામાં જાણવા મળ્યું હતું કે, સંપૂર્ણ રસીકરણ પછી કોરોના ચેપનો કોઈપણ કેસ મળ્યો નથી એટલે કે આ રસી 100 ટકા અસરકારક હોવાનું કહેવામાં આવે છે.

ઘણી સફળતા મળી :

કંપનીની રસી કોમિર્નાટીને અમેરિકા સહિતના ઘણા દેશોમાં 12 વર્ષની ઉંમર સુધીના 2268 બાળકો પર ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ 16 વર્ષથી વધુ ઉંમરના લોકો પર તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તે જ સમયે, 5-11 વર્ષની વયના બાળકોને ટ્રાયલમાં 10 માઇક્રોગ્રામ રસીના 2 ડોઝ આપવામાં આવ્યા હતા. હાલ હજુ તેનું ટ્રાયલ 2-5 અને 6 મહિનાથી લઈને 2 વર્ષના બાળકો પર પણ કરવાનું છે.

ફાઇઝર રસી કેવી રીતે કામ કરે છે?

Advertisement

ફાઇઝર રસી mRNA આધારિત છે, જે લિપોઝોમમાં હોય છે વાયરલ વેક્ટર નહિ અને હોસ્ટ સેલમાં mRNA નું જીવન અને એક્શન સમય થોડા ટાઈમ માટે જ હોય છે. લિપોસોમ્સ સાથે mRNA હોસ્ટ સેલમાં જશે. તે ન્યુક્લિયસને બદલે સાયટોપ્લાઝમમાં રિબોસોમ દ્વારા ઓળખવામાં આવશે. આ એક પ્રોટીન બનાવશે જે SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન જેવું જ છે. તે હોસ્ટ સેલના પ્લાઝ્મા પટલમાં મોકલવામાં આવશે.

વધારે પ્રમાણમાં પડશે જરૂર :

ઇમ્યુન સિસ્ટમ આ પ્રોટીન જોશે અને રોગપ્રતિકારક પ્રતિભાવ પેદા થશે. ઇમ્યુન સિસ્ટમ એક મેમરી બનાવશે, જેથી સાર્સ-કોવી -2 ચેપની ઘટનામાં પછીથી તેનો સામનો કરી શકાય. આ ક્રમ નિશ્ચિત છે અને mRNA રસીનું જેનેરિક મટીરીયલ લાંબા સમય સુધી હોસ્ટ સેલમાં રહેવાની શક્યતા નથી. આ પ્રકારની રસીની એક સમસ્યા એ હોય શકે છે કે, સંપૂર્ણ રક્ષણ માટે ઉચ્ચ ડોઝ લેવો પડે છે.

Read Also

The post ખુશખબર / 5-11 વર્ષના બાળકો માટે આ કોરોના વેક્સીન છે સંપૂર્ણપણે સુરક્ષિત , જલ્દી મળી શકે છે મંજૂરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next