Advertisement

ફાયર ફાઈટર / સુરતમાં આગ ઠારતો નજરે પડશે આ દોઢ કરોડનો રોબોટ, કોર્પોરેશને બજેટમાં કરી જોગવાઈ

07:19 PM Sep 15, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

આજે ટેક્નોલોજી ધીમે-ધીમે પ્રગતિના પંથ તરફ આગળ વધી રહી છે અને તમામ ક્ષેત્રોમાં પ્રવેશી રહી છે. ત્યારે હાલ સુરતના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે પણ પ્રવર્તમાન ટેક્નોલોજીનો લાભ લેવા માટે એક નવતર પ્રયોગ કરવાનું વિચાર્યું છે. જો તમને આવનાર સમયમા માણસની જગ્યાએ કોઈ રોબોટ આગ ઠારતો જોવા મળે તો તે કોઈ નવાઈની વાત નથી. તો ચાલો આ અંગે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

હાલ આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા દોઢ કરોડના ખર્ચે ફાયર ફાઇટિંગ માટે રોબોટની ખરીદી કરવા અંગેની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ રોબોટ ખરીદવા કે નહિ કે તેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.

હાલ સુરતના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બી.કે.પરીખ પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે પણ શહેરી વિસ્તારની કોઈ સાંકડી ગલી અને ઊંચી ઇમારતોમાં આગ લાગી હોય તો ત્યારે તેને બુઝાવવા માટે ફાયર વિભાગના માણસોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને હાલ આગને લગતા અકસ્માતો અટકાવવા માટે અનેક પ્રકારના આધુનિક ઉપકરણોની ખરીદી કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ ફાયર રોબોટ કાર્યરત છે ત્યારે હાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ ફાયર રોબોટની ખરીદી કરવા માટેની બજેટમાં જોગવાઈ કરી હતી. હવે ફાયર વિભાગ પણ આગની સમસ્યાનો સામનો કરવા માટે તકનીકી સેવાનો સહારો લેતુ થઇ ગયું છે.

Advertisement

આ ફાયરપ્રૂફ રોબોટ આગ બુઝાવવામા ખુબ જ સહાયરૂપ બનશે. આ રોબોટની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ટેન્ડર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદની રેસ્ક્યુ ટેકનોલોજી કંપનીએ આપ્યું છે. હવે આ રોબોટની ખરીદી કરવી કે નહિ તેનો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવામાં આવશે.

Read Also

The post ફાયર ફાઈટર / સુરતમાં આગ ઠારતો નજરે પડશે આ દોઢ કરોડનો રોબોટ, કોર્પોરેશને બજેટમાં કરી જોગવાઈ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next