Advertisement

મંત્રીમંડળ/ વડોદરા શહેરના આ બે MLA ને મંત્રી બનાવાતાં જિલ્લાના MLAનું છેલ્લી ઘડીએ પત્તુ કપાયું, ટેકેદારોમાં નારાજગી

08:47 AM Sep 17, 2021 | Bansari |
Advertisement

GSTV

ગુજરાતના મંત્રીમંડળમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્ય છેલ્લી ઘડીએ કપાતાં ટેકેદારોમાં નારાજગી વ્યાપી હતી. વડોદરા શહેરના બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાતાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય કપાયા હતા.સાવલી તાલુકાના ધારાસભ્યનું નામ લગભગ નક્કી હોવાને કારણે તેમના ટેકેદારોએ ઉજવણી માટે તૈયારી પણ રાખી હતી. એક પછી એક નામો જાહેર થતાં તેમાં વડોદરા જિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાનું એક પણ નામ નહીં આવતાં ભાજપના કાર્યકરોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

સરકારમાં એક સાથે બે મંત્રી વડોદરાના હોય તેવું પ્રથમવાર બન્યું

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારના ૨૪ પ્રધાનોની આજે થયેલી શપથવિધિમાં વડોદરામાંથી બે ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સરકારમાં એક સાથે બે મંત્રી વડોદરાના હોય. વડોદરાની પાંચ વિધાનસભા બેઠક પૈકી રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટનમાં સ્થાન મળ્યું છે. આજે બપોરે શપથવિધિ સમારોહમાં સૈાપ્રથમ શપથ તેમણે લીધા હતા એટલે કે પ્રધાનમંડળમાં તેમનું સ્થાન મુખ્યપ્રધાન બાદ બીજા નંબરનું છે, એ દ્રષ્ટિએ તેમનું રાજકીય કદ વધી ગયું કહેવાય. તેઓ રૃપાણી સરકારમાં વિધાનસભામાં અધ્યક્ષપદે હતા. જો કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમને પ્રધાનપદ મળે તેવી ખૂબ શક્યતા હતી. આજે સવારે જ તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું, જેથી તેમનું પ્રધાન બનવાનું નિશ્ચિત થઇ ગયું હતું. ૨૦૧૨થી ૨૦૧૭ની સરકારમાં તેઓ પ્રધાનપદ ભોગવી ચૂક્યા છે.

વડોદરાની બીજી વિધાનસભા બેઠક શહેર – વાડીની છે, આ બેઠકના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ જેઓ બીજી વખત ધારાસભ્ય બન્યા છે, તેમને પણ મંત્રી બનાવ્યાં છે. ભાજપ શાસનમાં સ્વ.નલિનભટ્ટ અને ભૂપેન્દ્ર લાખાવાળા બાદ શહેર – વાડી વિસ્તારમાંથી મંત્રીપદ હાંસલ કરનાર તેઓ ત્રીજી છે. વડોદરાના ઇતિહાસમાં મહિલાને પ્રધાનપદ મળ્યું હોવાની આ પ્રથમ ઘટના છે. આમ, તો શહેર – વાડીએ અત્યાર સુધીમાં ચાર મંત્રી આપ્યા છે. જેમાં સ્વ. નિલિન ભટ્ટ અને લાખાવાળા ઉપરાંત ૧૯૭૫માં ભાજપના મકરંદ દેસાઇ અને કોંગ્રેસના ભીખાભાઇ રબારીને પણ સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના સાત જિલ્લા વડોદરા, છોટાઉદેપુર, આણંદ, દાહોદ, મહીસાગર, ખેડા અને પંચમહાલમાંથી વડોદરા જિલ્લાં, છોટાઉદેપુર, આણંદ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી કોઇને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આ સાત કેબિનેટ અને બાકીના ત્રણને સ્વતંત્ર હવાલો અથવા તો રાજ્યકક્ષાના પ્રધાનપદનો કારભાર સોંપાશે. રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષાબેન ઉપરાંત મહીસાગર જિલ્લાના સંતરામપુરના કુબેર ડીંડોર અને મોરવા હડફના નિમીષાબેન સુથારનો સમાવેશ થાય છે.

Read Also

The post મંત્રીમંડળ/ વડોદરા શહેરના આ બે MLA ને મંત્રી બનાવાતાં જિલ્લાના MLAનું છેલ્લી ઘડીએ પત્તુ કપાયું, ટેકેદારોમાં નારાજગી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next