Advertisement

લ્યો બોલો મોડાસા RTOમાં અધિકારીઓનું કંઈ કામ નથી! બધું કામ તો દલાલો કરી આપે છે

04:54 PM Jan 19, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

મોડાસાની આર.ટી.ઓ કચેરીમાં કેટલાક એજન્ટ ગ્રાહકો પાસેથી ફોર્મ ભરાવવાથી લઇને ઓનલાઈન પેમેન્ટના નાણાં વસૂલી રહ્યાં છે. ઓનલાઇન પેમેન્ટ કે ફોર્મ ભરવા માટે દલાલો 100થી 200 રૂપિયાની વસૂલાત કરતા હોવાની ફરિયાદો મળી હતી. ત્યારબાદ મીડિયાએ અધિકારીનો સંપર્ક કર્યો હતો. મીડિયાએ આ સમગ્ર મામલે અધિકારીઓને સવાલ કરતા અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકતા હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીનું કહેવું છે કે મારી પાસે જો ફરિયાદ આવશે તો કાર્યવાહી કરીશું. પણ સવાલ એ છે કે, કંપાઉન્ડમાં ગાડીઓમાં બેસીને દલાલો કોના માટે કટકી કરી રહ્યાં છે. સરકારે એજન્ટ પ્રથા રદ કરી છે. તેમ છતાં મોડાસાની આરટીઓ કચેરીમાં ગ્રાહકોએ દલાલોના ઓછાયા નીચે જ કામ કરાવવાં મજબૂર થવું પડી રહ્યું છે.

The post લ્યો બોલો મોડાસા RTOમાં અધિકારીઓનું કંઈ કામ નથી! બધું કામ તો દલાલો કરી આપે છે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next